Nizar Gujarat Chutani Reuslt 2022: નિઝર બેઠક પર ભાજપનું કિસ્મત ચમક્યું,જાણો લેટેસ્ટ પરિણામ

Gujarat Election 2022: તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા એમ ચાર આદિવાસી તાલુકાના લોકોનું પ્રતિનિધિત્વ નિઝર બેઠક પરથી ચૂંટાતા સદસ્ય કરે છે. આ બેઠક પર પણ સને 2012ને બાદ કરતાં સતત કોંગ્રેસના ઉમેદવાર જ ચૂંટાતા રહ્યાં છે.

Nizar Gujarat Chutani Reuslt 2022: નિઝર બેઠક પર ભાજપનું કિસ્મત ચમક્યું,જાણો લેટેસ્ટ પરિણામ

Nizar Gujarat Chutani Reuslt 2022: આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતપોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. જોવાનું એ રહેશે કે આજે ઈવીએમ મશીનમાં કેદ ઉમેદવારોમાંથી કોના પર કિસ્મત મહેરબાન થાય  છે.

તાપી

  • વ્યારા અને નિઝર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત ...
  • આઝાદી બાદ વ્યારા બેઠક પર પ્રથમવાર ભાજપ નું કમળ ખીલવા તરફ ...
  • વ્યારા બેઠક પર ભાજપ ના ઉમેદવાર મોહન કોંકણી 18 રાઉન્ડ ના અંતે 14,485 મતે આગળ ...
  • નિઝર બેઠક પર ભાજપ ના ઉમેદવાર ડો જયરામ ગામીત 19 રાઉન્ડ ના અંતે 24,035 મતે આગળ ...

તાપી જિલ્લો
 
બેઠક : નિઝર 
રાઉન્ડ : 13
પક્ષ : ભાજપ આગળ 
મત :19237

નિઝર વિધાનસભા બેઠકઃ
નિઝર બેઠક પરથી કોંગ્રેસના ગોવિંદભાઈ વસાવા અને પછી ત્રણ ટર્મથી તેમના પુત્ર પરેશભાઈ વસાવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતતા હતાં. નવા સીમાંકન બાદ સોનગઢને નિઝર સાથે જોડવામાં આવતાં સને 2012માં પ્રથમ વખત ભાજપના ઉમેદવાર કાંતિભાઈ ગામીત 9924 મતોએ જીત હાંસલ કરી હતી. તાપીજિલ્લામાં જે રીતે બંને વિધાનસભા ક્ષેત્ર એવા નિઝર અને વ્યારામાં કુલ મતદાતાની ગણતરીમાં પુરૂષ મતદાતા કરતા સ્ત્રી મતદાતાઓ વધુ હોવાનું નોંધાયા બાદ એની અસર વિધાનસભાચૂંટણી અંગે થયેલ મતદાનમાં પણ જોવા મળી હતી.જિલ્લાની નિઝર બેઠક પર પુરૂષ મતદારો કરતા 59 જેટલી મહિલા મતદારોએ વધુ મતદાન કર્યું હતું જયારે વ્યારા બેઠક પર પુરૂષોનું વર્ચસ્વ રહેવા પામ્યું હતું

2022ની ચૂંટણી-
આ ચૂંટણી માટે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સુનીલ ગામીત નિઝર બેઠક પરથી ફરી મેદાને છે. તો ભાજપે તાપી જિલ્લા પ્રમુખ ડો.જયરામ ગામીતના નેતૃત્વમાં પંચાયતોની ચૂંટણી જિત્યું હોવાથી તેમને ટિકિટ ફાળવી છે.

2017ની ચૂંટણી-
ગુજરાતની નિઝર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુનીલભાઈ રતનજીભાઈ ગામીત જીત્યાં હતા. તેમને 1,06,324 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર કાંતિલાલ ગામીતને 83,105 મત મળ્યા હતા.

2012ની ચૂંટણી-
2012ની ચૂંટણીમાં કાંતિલાલ ગામીતે કોંગ્રેસના પરેશ વસાવાને લગભગ 10 હજાર મતોથી પરાસ્ત કર્યા હતા. જ્યાં, કાંતિલાલને 90,191 મત મળ્યા હતા, ત્યાં પરેશભાઈને માત્ર 80,267 મત મળ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news