Limbayat Gujarat Chutani Result 2022: લિંબાયતના ઉમેદવાર સંગીતા પાટીલનો ભવ્ય વિજય, મહારાષ્ટ્રીયન વેશભૂષા હાથમાં તલવાર લઈ મનાવ્યો વિજય મહોત્સવ

Limbayat Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Limbayat Gujarat Chutani Result 2022: લિંબાયતના ઉમેદવાર સંગીતા પાટીલનો ભવ્ય વિજય, મહારાષ્ટ્રીયન વેશભૂષા હાથમાં તલવાર લઈ મનાવ્યો વિજય મહોત્સવ

Limbayat Gujarat Election Result 2022: લિંબાયત મતવિસ્તાર અત્યાર સુધી ભાજપનો ગઢ રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી સમીકરણો બદલાઈ શકે છે.લિંબાયત બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2.58 લાખ જેટલી છે. લિંબાયતમાં પરપ્રાંતિય લોકોની બહુમતિ છે.લિંબાયત બેઠક પર મરાઠી મતદારોની સંખ્યા 80 હજાર જેટલી, મુસ્લિમ મતદારોની સંખ્યા 76 હજાર જેટલી, મૂળ સુરતનાં લોકોની સંખ્યા 28 હજાર જેટલી તેમજ ઉત્તર ભારતીયોની સંખ્યા 30 હજાર જેટલી અને આંધ્રનાં લોકોની વસ્તી 12 હજાર જેટલી છે...

સુરત બ્રેક

  • લિંબાયતના ઉમેદવાર સંગીતા પાટીલનો ભવ્ય મતથી વિજય
  • મહારાષ્ટ્રીયન વેશભૂષા હાથમાં તલવાર લઈ સંગીતા પાટીલ વિજય મહોત્સવ બનાવ્યો
  • છેલ્લા બે ટર્મથી ધારાસભ્ય હતા સંગીતા પાટીલ
  • ફરી ત્રીજી વખત ભવ્ય મતથી સંગીતા પાટીલનો વિજય
  • 64 મતથી સંગીતા પાટીલ નો વિજય
  • 2017માં 32 હજાર મતથી થયો હતો વિજય

2022ની ચૂંટણી
આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફથી બે વખત ચૂંટાયેલા સંગીતા પાટીલ ઉમેદવાર છે તો કોંગ્રેસે ગોપાલભાઇ પાટીલને ઉમેદવાર બનાવ્યા છે આપે આ વખતે પકંજ ટાયડેને ટીકીટ આપી છે. 

2017ની ચૂંટણી
2017માં સંગીતા પાટિલે કોંગ્રેસનાં રવિન્દ્ર પાટીલને 31,951 મતે હરાવ્યા હતા. કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા રવિન્દ્ર પાટિલને ટિકીટ ન મળતા તેઓ ફરી કોંગ્રેસમાં સામેલ થયા હતા. તેઓ ભાજપનાં ઉમેદવાર સામે ચૂંટણી લડ્યા પણ ખરા, જો કે જીતી ન શક્યા.

2012ની ચૂંટણી
2012માં સંગીતા પાટીલે કોંગ્રેસના સુરેશ સોનવણેને 30,209 મતે પરાજિત કર્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news