Valsad Gujarat Chutani Result 2022: વલસાડમાં ભાજપની ભવ્ય જીત, જાણો 5 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત
Valsad Gujarat Chutani Result 2022: વલસાડ બેઠક પર જ્ઞાતિ આધારિત સમીકરણોની વાત કરીએ તો અહીં કોળી પટેલ, ઘોડીયા માચી, મુસ્લિમો અને મરાઠી લોકોનું વર્ચસ્વ સૌથી વધુ છે. હાલ આ બેઠક પર ભાજપના ભરત પટેલ ધારાસભ્ય છે. તેઓ સતત બે ટર્મથી અહીંના સત્તાનો સંગ્રામ જીતી રહ્યા છે.
Trending Photos
Valsad Gujarat Chutani Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન....
- વલસાડ
- વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ ના ઉમેદવારો ની જીત
- ભાજપ એ ફરી ભગવો લેહરાવવ્યો
- વલસાડ ભરત પટેલ 1 લાખ 2 હજાર મતે જીત્યા
- પારડી કનુભાઇ દેસાઇ 98 હાજર વધુ મતો થી જીત્યા
- ધરમપુર અરવિંદ પટેલ 35 હજાર વધુ મતો થી જીત્યા
- કપરાડા જીતુભાઈ ચૌધરી 32 હજાર વધુ મતો થી જીત્યા
- ઉમરગામ રમણ પાટકર વિજય 55 હજાર થી વધુ મતો થી જીત્યા
વલસાડ વિધાનસભા બેઠક-
વલસાડ બેઠક પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના વતનની બેઠક છે. જાણીતા ફિલ્મ અભિનેત્રી નિરૂપા રોયની ભૂમિ છે. ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ માણેક શાહના પરિવારનું વતન છે અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બચપણની પ્રાથમિક શિક્ષણ મેળવેલ ભૂમિ છે. આ બેઠક પર 1990થી ભાજપનું શાસન છે.
વલસાડ બેઠક પર ભાજપનો દબદબો 1990થી યથાવત છે. અહીં વર્ષ 1990માં ભાજપના ઉમેદવાર દોલતરાઇ નથુભાઇ દેસાઇએ સત્તાના શ્રીગણેશ કર્યા હતા. જેણે સતત 5 ટર્મ સુધી રાજ કર્યુ હતું. એટલે કે 1990થી 2007 સુધી દોલતરાઇ દેસાઇએ એક હથ્થું શાસન કરી આ સીટ પર અત્યાર સુધી સૌથી વધુ વખત ચૂંટાનાર ધારાસભ્ય બન્યા હતા.
જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો 1985 સુધી વલસાડ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. અહીં 1962માં પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સુવાસબેન મજુમદાર ચૂંટાયા હતા. ત્યાર બાદ કેશવભાઇ રતનજી પટેલે સતત 3 ટર્મ 1967, 1972 અને 1975 સુધી જીત મેળવી હતી. વર્ષ 1980માં દોલતભાઇ નથુભાઇ પટેલે અને વર્ષ 1985માં કોવાસજી પારડીવાલા બારજોરજીએ કોંગ્રેસમાંથી સત્તાનો મોરચો સંભાળ્યો હતો.
2022ની ચૂંટણી-
વલસાડ વિધાનસભા બેઠક માટે ભરતભાઈ પટેલને ફરીએકવખત રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ 2012થી વલસાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને જીતી રહ્યા છે. જ્યારે, ભાજપની ડબલ એન્જીન સરકારને અટકાવવા માટે પાટીદાર સમાજના કમલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે, આમ આદમી પાર્ટીએ રાજુ મરચાને ટિકિટ આપી છે.
2017ની ચૂંટણી-
2017માં ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલને 1,01,736 મત મળ્યા હતા. જ્યારે, કોંગ્રેસના નરેન્દ્ર ટંડેલને 58,644 મત મળ્યા હતા. ભાજપના ભરતભાઈ 2017માં 43,092 મતોથી જીત્યા હતા.
2012ની ચૂંટણી-
1990થી 2007 સુધી દોલતરાઈ દેસાઈ આ બેઠક ભાજપ માટે જીતતા આવ્યા હતા. જે બાદ 2012માં ભરતભાઈ પટેલને વલસાડ બેઠકની ટિકિટ આપવામાં આવી અને તેઓ 35,999 મતોની સરસાઈ સાથે વિજય થયા હતા. ભરતભાઈ પટેલને પહેલી જ ચૂંટણીમાં 93,658 મત મળ્યા હતા. જ્યારે, કોંગ્રેસના ધર્મેશ પટેલને 57,659 મત મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે