કોરોના કાળમાં મા-કાર્ડ અંગે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, જાણો શું કહ્યું DyCM નીતિન પટેલે

કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી 31 મી જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે

કોરોના કાળમાં મા-કાર્ડ અંગે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, જાણો શું કહ્યું DyCM નીતિન પટેલે

હિતલ પારેખ/ ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી 31 મી જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા. 31/03/2021 ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા. 30/06/2021 સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત 31 મી જુલાઇ, 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news