દારૂબંધીને વરેલા ગુજરાત પર નીતિન પટેલનું નિવેદન, આવક ભલે ગુમાવીએ, પણ પ્રતિબંધ નહિ હટે
વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. હવે સૌ કોઈનું ધ્યાન તેમની તરફ ખેંચાયું છે. હિન્દુઓની બહુમતી નહીં હોય તો કાયદો હવામાં ઊડી જશે, ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ બાદ હવે તેમણે દારૂબંધી પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છીએ. જે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય છે ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. હવે સૌ કોઈનું ધ્યાન તેમની તરફ ખેંચાયું છે. હિન્દુઓની બહુમતી નહીં હોય તો કાયદો હવામાં ઊડી જશે, ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ બાદ હવે તેમણે દારૂબંધી પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છીએ. જે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય છે ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે.
વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, દારુ બંધી માટે ટેક્ષની આવક ગુમાવવી પડે તો ગુમાવીશું, પરંતુ દારૂ પરનો પ્રતિબંધ નહીં હટાવીએ. ગુજરાત દારૂબંધીને વરેલું છે. રાજ્યનું ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે. ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે જે-તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય તો ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે.
નીતિન પટેલની ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગણી તરફ સાધુ-સંતોનું ધ્યાન પણ ખેંચાયું છે. આ અંગે કોંગ્રેસે પણ વિરોધની તલવાર તાણી છે અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે