વૈષ્ણવ સમાજના કાર્યક્રમમાં નીતિન પટેલનું મોટું નિવેદન : હિન્દુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિવાદ વધુ છે
Nitin Patel statement : રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હિંદુઓને ટકોર...સામાજિક કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું, હિંદુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિવાદ વધુ...હિંદુઓએ એક થવાની છે ખૂબ જ જરૂર...
Trending Photos
Patidar Samaj : મહેસાણાના કડી ખાતે સમસ્ત વૈષ્ણવનો જીવન સાથી પસંસગી મેળો યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પ્રસંગે હિન્દુઓને લઈને મોટુ નિવેદન આપ્યુ હતું. તેમણએ કહ્યું હતું કે, હિન્દુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિવાદ વધુ છે. આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે.
હિન્દુઓએ એક થવાની જરૂર
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, હિન્દુઓમાં એકતા ઓછી થઈ ગઈ છે. હિન્દુઓમાં જ્ઞાતિવાદ વધુ છે. આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે. તેમણે છોકરીઓની ઓછી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આપણા દરેક સમાજમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ એક ચિંતાનો મોટો વિષય છે.
અમિત શાહ સિંહ છે
તો આ કાર્યક્રમમાં નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશે કહ્યું કે, અમિત શાહ 'સિંહ' છે. વૈષ્ણવ સમાજે ભારતને 'સિંહ' આપ્યો છે. અને આ 'સિંહ' પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈનો જમણો હાથ છે. તેમણે વધુમાં કહ્યું કે, અમિત શાહ અમારા પટેલ સમાજના વેવાઈ પણ છે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના કડી ખાતે સમસ્ત વૈષ્ણવનો જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે. જેમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું.
પ્રેમલગ્ન કરનાર દીકરીઓ પર પાટીદાર અગ્રણીની ચિંતા
દીકરીઓના પ્રેમ લગ્ન મામલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ દીકરીઓને ઘરમાં જ હૂંફ આપવાની અપીલ કરી છે. આર પી પટેલે કહ્યું, ઘરમાં જ દીકરીને સાચવો જેથી ભાગીને લગ્ન ન કરે. પ્રેમ લગ્ન અંગે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર. પી. પટેલે જાસપુરમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ચિંતા વ્યક્ત કરી છે. પ્રેમ લગ્ન અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, દીકરીઓને ઘરમાં જ લાગણી અને હૂંફ આપો. ઘરમાં લાગણી અને હૂંફ મળશે તો દીકરી અન્ય સમાજના યુવાનો સાથે ભાગીને પ્રેમ લગ્ન નહીં કરે. તમામ લોકોને આ અંગે ગંભીર થવાની જરૂર છે. તો રાજકીય આગેવાનો પર આર. પી. પટેલે આકરા પ્રહાર કર્યા છે. કેટલાક નેતાઓ રાજકીય હેતુ માટે દાન જાહેર કર્યા પછી દાન આપતા નથી. રાજકીય હેતુથી જાહેર કરેલું દાન સમયસર આવતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે