નારાજગી બાદ નીતિન પટેલને વાઈબ્રન્ટમાં ક્યાં સ્થાન મળશે તેના પર સૌની નજર

છેલ્લાં કેટલાક સમયથી નીતિન પટેલની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે ગઈકાલે વીએસ હોસ્પિટલના આમંત્રણ પત્રિકામા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ દેખાયું હતું. 

નારાજગી બાદ નીતિન પટેલને વાઈબ્રન્ટમાં ક્યાં સ્થાન મળશે તેના પર સૌની નજર

ગુજરાત : છેલ્લાં કેટલાક સમયથી નીતિન પટેલની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે ગઈકાલે વીએસ હોસ્પિટલના આમંત્રણ પત્રિકામા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ દેખાયું હતું. ત્યાર બાદ ટ્રેડ શઓમાં પણ તેઓ ચૂપચાપ જોવા મળ્યા હતા. ત્યારે હવે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં નાયબ મુખ્યમંત્રીને સ્ટેજ પર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની બાજુમાં સ્થાન મળ્યું છે તેવું જાણવા મળ્યું છે. 

છેલ્લાં કેટલાક સમયથી નીતિન પટેલની નારાજગી સામે આવી રહી છે. જેમાં પક્ષ દ્વારા તેમની સતત અવમાનના થતી હોવાનું પણ જોવા મળ્યું છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેના તેમના મતભેદો આંખે ઉડીને વળગે તેવા છે. ત્યારે વીએસ હોસ્પિટલના આમંત્રણ પત્રિકામાં નીતિન પટેલનું નામ ન છપાયા રાજકીય વર્તુળમાં આ ચર્ચાએ વેગ પકડ્યું હતું. તો બીજી તરફ, પીએમનું જ્યારે અમદવાદ એરપોર્ટ પર આગમન થયું ત્યારે નીતિન પટેલ ગેરહાજર રહ્યા હતા. જોકે ટ્રેડ શોના ઉદ્ઘાટન સમયે નીતિન પટેલ પીએમ મોદી સાથે જોવા મળ્યા હતા. ત્યાર બાદ પીએમ ઈલેક્ટ્રિક કારમાં સીએમને લઈ આફ્રિકા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવા રવાના થઈ જતા નીતિન ભાઈ પાછળ રહી ગયા હતા. 

ગઈકાલે ટ્રેડ શોમાં નીતિન પટેલને આ નારાજગી વિશે પૂછતા તેઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. પરંતુ જે રીતે તેઓને ઈલેક્ટ્રિક કારમાં પાછળ એકલા છોડી દેવામાં આવ્યા તેના પરથી આ આપસી મતભેદ સ્પષ્ટ દેખાઈ આવી રહ્યાં છે. ગ્બોલલ ટ્રેડ શોના ઉદઘાટનમાં નીતિન પટેલે મીડિયાને આ નારાજગી વિશે જવાબ આપ્યો હતો કે, કોર્પોરેશનના કાર્યક્રમમાં કોના નામ હોવા અને ન હોવા તે તેમનો સ્થાનિક વિષય છે. મને આજે ય નહિ, અને ક્યારેય નારાજગી ન હતી.

ઉલ્લેખનીય છે કે, આનંદીબેન પટેલ બાદ મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલનું નામ આગળ હતું. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારથી જ નીતિન પટેલ પક્ષ તરફથી નારાજ હતા. વિધાનસભાની ચૂંટણી બાદ પણ જ્યારે નાણા વિભાગની ફાળવણીની વાત આવી ત્યારે સૌરભ પટેલનું નામ આગળ કરાયું હતું. ત્યારે નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરતા બાદમાં તેમને નાણા વિભાગ સોંપાયો હતો. ત્યાર બાદ અનેક એવા પ્રસંગોએ નીતિન પટેલની ઉપેક્ષા અને નારાજગી સતત સામે આવતી રહી છે. 26 જૂન 2018ના રોજ પણ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈઝરાયેલના પ્રવાસે ગયા, ત્યારે તેમને કાર્યકારી મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવામાં આવ્યો નહોતો. અને છેલ્લે જ્યારે કુંવરજી બાવળીયા જસદણની પેટાચૂંટણી જીતી ગયા, ત્યાર બાદ કુંવરજી બાવળીયાનું નામ પણ નાયબ મુખ્યમંત્રી પદ માટે નામ ચર્ચાતુ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news