અમદાવાદ-સુરતને પગલે રાજકોટ... કોરોનાને કાબૂમાં લેવા વધુ એક IASની નિમણૂંક કરાઈ

રાજકોટમાં સતત વધતો જતો મૃત્યુઆંક ચિંતા જનક વિષય બની ગયો છે. કારણ કે, હવે રાજકોટ પણ સુરત અને અમદાવાદને પગલે આગળ વધી રહ્યું છે

અમદાવાદ-સુરતને પગલે રાજકોટ... કોરોનાને કાબૂમાં લેવા વધુ એક IASની નિમણૂંક કરાઈ

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં જ્યાં કોરોનાના કેસમાં વિસ્ફોટ થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ કોરોના (Coronavirus) થી મોતનો આંકડો પણ ચોંકાવનારો છે. ત્યારે આજે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં વધુ 11 દર્દીના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં 10 અને ખાનગી હોસ્પિટલમાં 1 દર્દીના મોત નિપજ્યાં છે. જેમાં રાજકોટ (rajkot) શહેરના 7, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટમાં સતત વધતો જતો મૃત્યુઆંક ચિંતા જનક વિષય બની ગયો છે. કારણ કે, હવે રાજકોટ પણ સુરત અને અમદાવાદને પગલે આગળ વધી રહ્યું છે. ત્યારે આવામાં રાજકોટમાં વધુ એક IASની નિમણૂંક કરાઈ છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. રવિન્દ્ર ખતાલને OSD તરીકે રાજકોટની જવાબદારી સોંપાઈ છે. 

સફાઈ કર્મચારીઓનું સ્ક્રીનિંગ શરૂ કરાયું 

રાજકોટ મનપાના સફાઈ કર્મચારીઓનું ચાર દિવસ સુધી હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવશે. ગઇકાલે મનપાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે 900 જેટલા સફાઈ કર્મચારીનું સ્ક્રીનીંગ કરાયુ હતું. 900 માંથી 45 સફાઇ કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા તમામને આઈસોલેશન હેઠળ ખસેડવામાં આવ્યા છે. આજે પણ ઇસ્ટ ઝોન ખાતે અને આવતા બે દિવસ સેન્ટ્રલ ઝોન ખાતે બાકીના સફાઇ કર્મચારીનું સ્ક્રીનીંગ કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. સાથે જ મોતના આંકડો પણ ચોંકાવનારો છે. છેલ્લાં 24 કલાકમાં રાજકોટમાં 92 નવા કેસનો વધારો થયો છે. આ સાથે જ રાજકોટમા કુલ કેસનો આંકડો 3364 પર પહોંચી ગયો છે. તો 1826 લોકો કોરોનાથી રિકવર થઈને ઘરે પરત ફર્યાં છે. 

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news