આનંદ મેળવવા યુવકે ગુપ્તાંગ પ્લાસ્ટિકની બોટલમાં નાંખ્યુ અને પછી ફસાયું, મહામહેનતે ડોક્ટરોએ બહાર કાઢ્યું!
જલાલપોરના એક યુવાને કામુકતામાં આવી પોતાના ગુપ્તાંગમાં પ્લાસ્ટિકની બોટલમાં નાંખતા ફસાઈ ગયું હતું. જેને નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશનથી કાઢી નવું જીવન બક્ષ્યું હતું.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: ઈન્ટરનેટ યુગમાં મોબાઈલમાં જ સારી નરસી દુનિયા આવી જાય છે અને આંગળીના ટેરવે જે જોવું હોય એ જોઈ શકાય છે. જેમાં બીભત્સ કન્ટેન્ટ પણ એટલી હદે પીરસાતું થયુ છે કે યુવાનોમાં વાસના સાથે વિકૃતિ પણ વધી રહી છે. આવો જ એક કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે. જ્યાં જલાલપોરના એક યુવાને કામુકતામાં આવી પોતાના ગુપ્તાંગમાં પ્લાસ્ટિકની બોટલમાં નાંખતા ફસાઈ ગયું હતું. જેને નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશનથી કાઢી નવું જીવન બક્ષ્યું હતું.
ટીવી અને ઈન્ટરનેટ પર પીરસાતા બીભત્સ કન્ટેન્ટને કારણે યુવાનોમાં કામુકતા વધે એવી સ્થિતિ બની છે. મોબાઈલમાં આવતા અશ્લીલ વિડીયો અને ફોટો મનને વિકૃત બનાવી દે છે. ત્યારે નવસારીના જલાલપોર વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવાને ગત 2જી જૂને કામુક થઈ પોતાના ઘરે ચરમ સુખ પામવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિકૃત આનંદ મેળવવા યુવાને પોતાના ગુપ્તાંગને પ્લાસ્ટિકની બોટલમાં નાંખી દીધુ હતું. પરંતુ યુવાનને આ વિકૃતિ ભારે પડી હતી. કારણ યુવાનનું ગુપ્તાંગ બોટલના હોલમાં ફસાઈ ગયુ હતું. યુવાને એને કાઢવાનો ઘણો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો હતો અને આનંદ દુઃખમાં પરિણમ્યો હતો.
યુવાને બોટલ કાઢવા હોલ નજીકથી કાપી નાંખી, પરંતુ એનો પણ ફાયદો ન થયો અને એજ સ્થિતિમાં એક દિવસ સુધી બેસી રહ્યો હતો. બાદમાં કોઈને પણ કહ્યા વિના સીધો નવસારી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં ડોકટરને સ્થિતિનું વર્ણન કરતા જ તાત્કાલિક ઓપરેશન થીયેટરમાં લઈ જવાયો હતો. જ્યાં તેને ડૉ. ઋષભ મૈસુરિયા, ડૉ. ડિમ્પલ પટેલ અને ડૉ. તુષાર પાડવીની ટીમે ઓપરેશન કરવાની તૈયારી કરી હતી.
યુવાનને ડૉ. કિંજલ પ્રજાપતિ અને ડૉ. અયાઝ લ્યુનાટની ટીમે એનેસ્થેસિયા આપ્યો હતો. જ્યારે 1 કલાકની જહેમત બાદ ડૉ. ઋષભ મૈસુરિયાની ટીમે યુવાનના ગુપ્તાંગમાં ફસાયેલું પ્લાસ્ટિકની બોટલનું હોલ કાઢ્યુ હતું.બાદમાં યુવાનને વિકૃતિ માનસિક બીમારી છે કે કેમ એની પણ મનોવૈજ્ઞાનિક ડોકટર પાસે તપાસ કરાવી હતી. જોકે યુવાનને માનસિક કોઈ તકલીફ જણાઇ ન હતી.
ઈન્ટરનેટને કારણે ફેલાતી અશ્લીલતા હવે વિકૃત્તાતામાં બદલાઈ રહી છે. જેને કારણે નાની બાળકીઓ સહિત યુવતીઓ, મહિલાઓ પણ હવસખોરોનો શિકાર બની જાય છે. ત્યારે નવસારીનો આ કિસ્સો સમાજ માટે રેડ લાઈટ સમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે