શું તમે જાણો છો PM મોદી માતાજીને પત્રો લખતા અને બાદમાં બાળી નાંખતા, આખરે શું હતું એ પત્રોમાં, જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મા અંબાના કેટલા મોટા ઉપાસક છે એ આપણે ઘણી વખત જોયું છે અને અનુભવ્યું પણ છે. તેઓએ હંમેશા મંદિરોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. નવરાત્રિમાં તેઓ નવ દિવસ ઉપવાસ કરે છે. પીએમ મોદીની માતાજી પ્રત્યેની આસ્થા અપાર છે. પરંતુ તેમની માતાજીની ભક્તિની એક એવી કહાની જે કદાચ તમે નહીં જાણતા હોય.

શું તમે જાણો છો PM મોદી માતાજીને પત્રો લખતા અને બાદમાં બાળી નાંખતા, આખરે શું હતું એ પત્રોમાં, જાણો

ચિંતન ભોગાયતા/અમદાવાદ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મા અંબાના કેટલા મોટા ઉપાસક છે એ આપણે ઘણી વખત જોયું છે અને અનુભવ્યું પણ છે. તેઓએ હંમેશા મંદિરોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. નવરાત્રિમાં તેઓ નવ દિવસ ઉપવાસ કરે છે. પીએમ મોદીની માતાજી પ્રત્યેની આસ્થા અપાર છે. પરંતુ તેમની માતાજીની ભક્તિની એક એવી કહાની જે કદાચ તમે નહીં જાણતા હોય.

આ એ સમયની વાત છે જ્યારે પીએમ મોદી માતાજીને પત્રો લખતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ આ વાત સ્વીકારી છે. તેમના માતાજી પ્રત્યેની આસ્થા વિશે લખાયેલા પુસ્તક તેનો ઉલ્લેખ છે. પીએમ મોદી વર્ષોથી નવરાત્રિ સમયે અને એ સિવાય પણ માતાજીને પોતાની મનોકામનાઓ પત્રો થકી લખીને જણાવતા હતા. પછી સમયાંતરે તેઓ પોતાના આ પત્રો કોઈને ખબર ન પડે તેવી રીતે બાળી પણ નાંખતા હતા. પણ એમાંના કેટલાક પત્રો જે બચી ગયા તેનો સંગ્રહ કરાયો અને તે પુસ્તકને સાક્ષીભાવ નામ આપવામાં આવ્યું.  

આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીએ માતાજીને લખેલા પત્રોમાંના કેટલાક પત્રોનો ઉલ્લેખ કરાયો છે. ક્યારેક નરેન્દ્ર મોદી માતાજીને પત્ર થકી પોતાની ચિંતાઓ, ઉપાધિઓ રજૂ કરતા હતા, તો ક્યારેક માતાજી પાસેથી સમાધાન માંગતા. તો વળી ક્યારેક નરેન્દ્ર મોદી જનતાની સુખાકારી માટે મા જગત જનની જગદંબાને પ્રાર્થના કરતા. 

આપણે સૌ એ પણ જાણીએ છીએ કે ચૈત્રી નવરાત્રિએ પણ નરેન્દ્ર મોદી વર્ષોથી ઉપવાસ કરી માતાની ઉપાસના કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ નરેન્દ્ર મોદી માતાજી પ્રત્યેનો ભાવ નવરાત્રિ સમયે એક યા બીજી રીતે પ્રગટ કરતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news