ગુજરાતનું એક એવું શિવ મંદિર જ્યાં શિવરાત્રીએ શિવ નહીં પણ થાય છે શક્તિની પુજા, રાજવી પરીવાર સાથે કનેક્શન
શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહી નર્મદા જિલ્લામા મહાશિવરાત્રીનીથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો પાંચ દિવસનો મેળો ભરાય
Trending Photos
જયેશભાઈ દોશી/નર્મદા: આમતો શિવરાત્રીએ શિવની પુજા થતી હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પુજા થાય છે. અહીં પાંડોરી માતાના 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહીત ચાર રાજયોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુએા આવે છે અને બાઘા આખળી પુરી કરે છે.
શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહી નર્મદા જિલ્લામા મહાશિવરાત્રીનીથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો પાંચ દિવસનો મેળો ભરાય છે અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદીવાસીઓ આવે છે અને કુળ દેવી પાંડોરી માતાને નમન કરે છે. બાઘા આખળીપુરી કરે છે.
ઇ.સ.પૂર્વે સન 1085 માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્રારા આ મંદિર બનાવી પુજન કર્યા બાદ આજ સુધી રાજવી પરીવાર દ્રારા જ અહીં શિવરાત્રીએ પુજન કરાય છે, પરંતુ સન 1983થી વ્યવ્સ્થાના ભાગ રૂપે એક ટ્રસ્ટ બનાવાયુ છે. ભારત ભરમા આઠ ટકા વસ્તી આદિવાસીની છે. તેમાંય ગુજરાતમા વસતા 15 ટકા તથા ભારતભરના આદિવાસીએાની કુળદેવીમાં પાંડોરી હોવાથી પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આદીવાસીઓની સંખ્યા અગણીત હોય છે અને સ્વયં શિસ્તમા માન નારાઆ લોકો 12 થી 48 કલાક લાઇનમાં ઉભા રહીને પણ માતાના દર્શન કરે છે.
નૈવેઘમાં આ લોકો નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમા નવુ ઉગેલુ અનાજ, બકરો, મરઘી અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઇને પરંપરાગત પુજન કરે છે અને પ્રસાદરૂપે મળેલ ચીજને બારેમાસ અનાજના કોઠારમા સાચવી રાખે છે. અડગ શ્રધ્ધા ધરાવતા આદિવાસીએા માને છે કે ચોમાસા પછી તરત જ આવતા આ મેળામાં ધન ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચઢાવવાથી બારેમાસ સુખસમૃધ્ધી મળે છે અને તેને કારણે જ દુરદુરથી આદિવાસીઓ દર વર્ષે અહીં આવી માનતા પુરી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે