Narmada: 1000 રૂપિયા માટે દાદાગીરી કરનારા 5 પોલીસ કર્મચારીએ ગુમાવી નોકરી
કેવડિયા ખાતે જંગલ સફારી પાર્કમાં પોલીસ કર્મચારીઓની દાદાગીરીના CCTV વાયરલ થયા બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જંગલ સફારી પાર્કમાં પ્રવેશ બાબતે 5 પોલીસ કર્મચારીએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. ત્યાર બાદ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જો કે નર્મદા SP દ્વારા પાંચેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ સિક્યુરિટી સ્ટાફ દ્વારા હડતાળ સમેટી લેવામાં આવી છે.
Trending Photos
જયેશ દોશી/વડોદરા : કેવડિયા ખાતે જંગલ સફારી પાર્કમાં પોલીસ કર્મચારીઓની દાદાગીરીના CCTV વાયરલ થયા બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જંગલ સફારી પાર્કમાં પ્રવેશ બાબતે 5 પોલીસ કર્મચારીએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. ત્યાર બાદ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જો કે નર્મદા SP દ્વારા પાંચેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ સિક્યુરિટી સ્ટાફ દ્વારા હડતાળ સમેટી લેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેવડિયા ખાતે આવેલા જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જંગલ સફારી પાર્કમાં 5 પોલીસ કર્મચારીઓ ઘુસતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી. જે મુદ્દે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં પોલીસ કર્મચારીઓ દ્વારા દાદાગીરી કરતા સિક્યુરિટી જવાનોને માર માર્યો હતો. આ મુદ્દે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને રજુઆત કરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા હતા. સૌથી મહત્વનું છે કે, પોલીસ કર્મચારીએ પૈકી કેટલાક પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં હતા.
જંગલ સફારી પાર્કની બહાર માર મારવાની ઘટનામાં તંત્ર દ્વારા કોઇ પગલા નહી લેવાતા સિક્યુરિટી જવાનો હડતાળ પર ઉતરી ગયા હતા. પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જો કે નર્મદા SP એ પાંચેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા સિક્યુરિટી કર્મચારીઓ દ્વારા હડતાળ સમેટી લેવામાં આવી છે. તેઓએ એસપી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારી...
* શૈલેષ મનસુખ, હેડ કોન્સ્ટેબલ
* કૃષ્ણલાલ મહેશભાઇ, કોન્સ્ટેબલ
* રાજેન્દ્ર ખાનસિંહ, કોન્સ્ટેબલ
* મનોજ ધનજીભાઇ, કોન્સ્ટેબલ
* અનિલ મહેશભાઇ, કોન્સ્ટેબલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે