નરેશભાઈ ભાજપ પાર્ટીના શુભેચ્છક છે અને અંગત રીતે મારા સારા મિત્ર છે: સીઆર પાટીલ

નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની વાત પર પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, નરેશભાઈ ભાજપ પાર્ટીના વર્ષોથી શુભેચ્છક રહ્યા છે. અંગત રીતે એ મારા સારા મિત્ર છે અને એટલા માટે કોઈ પાર્ટીમાં જવાનો આજ સુધી એમણે કોઈ નિર્ણય કહ્યો નથી અને જણાવ્યો નથી

નરેશભાઈ ભાજપ પાર્ટીના શુભેચ્છક છે અને અંગત રીતે મારા સારા મિત્ર છે: સીઆર પાટીલ

ઝી મીડિયા બ્યૂરો: નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચા તેજ બની છે. ગુજરાતના રાજકારણમાં દરેક પક્ષ નરેશ પટેલને પોતાની સાથે જોડવામાં રીતસરની હોડ લગાવી રહ્યાં છે. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજના મત મેળવવા માટે નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવા ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આપ પાર્ટી નરેશ પટેલને પોતાનામાં લાવવા માંગે છે. વાત એ છે કે, નરેશ પટેલ જે પણ પક્ષમાં જશે તેના માટે ડાર્ક હોર્સ સાબિત થશે. ખોડલધામના પ્રણેતા હોવાની સાથે તેઓ પાટીદાર સમાજ પર મોટુ પ્રભુત્વ ધરાવે છે.

ત્યારે પાંચ રાજ્યોમાં કમળ ખીલતા હાલ ગુજરાતમાં ખુશીનો માહોલ છે. ગુજરાત ભાજપનું એકમાત્ર મિશન વિધાનસભાની ચૂંટણી છે. સુરત કાર્યાલય ખાતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગોપાલ ઈટાલીયાએ કરેલા ટ્વીટ અંગે નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતની જનતા ખુબ જ હોશિયાર છે. તેમને ખબર છે. કોણ શું કરે છે, કેમ ટ્વીટ કરે છે, કેમ ફેસબુકનો ઉપયોગ કરે છે અને હવે લોકોના પોતાના નિર્ણય પર આ વાત છોડી દેવી જોઈએ. લોકો જ નિર્ણય કરે કે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે.

નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની વાત પર પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, નરેશભાઈ ભાજપ પાર્ટીના વર્ષોથી શુભેચ્છક રહ્યા છે. અંગત રીતે એ મારા સારા મિત્ર છે અને એટલા માટે કોઈ પાર્ટીમાં જવાનો આજ સુધી એમણે કોઈ નિર્ણય કહ્યો નથી અને જણાવ્યો નથી. જ્યારે પણ એમની સાથે વાત થયા છે ત્યારે સ્પષ્ટ કહે છે કે મીડિયા પોતાની રીતે કહે છે. મેં ક્યારે કોઈ પાર્ટીમાં જોડાવાનું કહ્યું નથી. એવું એમણે મારી સાથેની વાતચીતમાં મને કહ્યું છે. મને વિશ્વાસ છે કે, નરેશભાઈ પટેલ જે રીતે પ્રજા સાથે જોડાયેલા છે, એક ધાર્મિક સંસ્થાના વડા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જે શુભેચ્છક તરીતે જોડાયેલા છે, તેઓ અમારી સાથે જોડાયેલા રહશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news