ચકચારી બીટકોઇન કૌભાંડમાં સંડોવાયેલા નલિન કોટડિયા જામીન પર મુક્ત
બીટકોઇન કૌભાંડમાં સંડોવાયેલા નલિન કોટડીયા જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. નલિન કોટડિયાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતસીત કરતા જણાવ્યું કે તેમના જીવનું જોખમ છે. બીટ કોઇન કૌભાંડ સાથે સંકળાયેલા આરોપીઓ અને ઉદ્યોગપતિઓથી જીવને ખતરો હોવાની વાત તેમણે કરી હતી.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: બીટકોઇન કૌભાંડમાં સંડોવાયેલા નલિન કોટડીયા જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. નલિન કોટડિયાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતસીત કરતા જણાવ્યું કે તેમના જીવનું જોખમ છે. બીટ કોઇન કૌભાંડ સાથે સંકળાયેલા આરોપીઓ અને ઉદ્યોગપતિઓથી જીવને ખતરો હોવાની વાત તેમણે કરી હતી.
બીટ કોઇન કૌભાંડમાં ન્યાય તંત્રએ મને જે જામીન આપ્યા તેને હું આવકારૂ છુ. બીટ કોઇન કેસના જે આરોપીઓ પકડાયા છે તેમને પોલીસે મારમારી કે પોલીસ પર કોઇ દબાણ અથવા પૈસાની લેતી દેતી હોય અને મારૂ નામ ખૂલ્યું ત્યારે મારા પર એફઆઈઆર થઇ હતી. મારા પરના આરોપ ઉપજાવી દેવામાં આવેલા છે. વધુમાં કોટડિયાએ જણાવ્યું કે, શૈલશ ભટ્ટ કે, જેને 156 કરોડનું બીટ કોઇનનુ કૌભાંડ આચર્યું છે. જેની સામે પગલા ભરવા માટે ગૃહમાં રજુઆત કરી હતી પણ ઊલટાનું મારી પર કેસ કરવામાં આવ્યો છે.
સરકારે સિંચાઇ માટે પાણીની ના પાડતા નર્મદાની કેનાલમાં ‘પાણીની ચોરી’ શરૂ
પોલીસ પર ઉઠાવ્યા સવાલો
હજુ સુધી પોલીસ શૈલશ ભટ્ટ સુધી પહોંચી શકી નથી. હુ ક્યારેય પોલીસથી ભાંગ્યો નથી. હુ આ પ્રકરણમાં ક્યાંય છુ જ નહી. મે ડીઆઇજીને પત્ર લખ્યો હતો કે, શૈલશ ભટ્ટ અને તેના મળતિયા મારી પાસે રહેલા પુરાવા લેવા માટે મને જાનથી મારી નાંખશે તેવી બીક હતી. માટે પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. શૈલશ ભટ્ટ પોલીસન હાથે આવે તો ઘણા પડદા ખૂલા પડી શકે છે.
મારી પાછળ કોઇ રાજકીય ષડયંત્ર નથી પણ શૈલશ ભટ્ટ અને તેની સાથે સંકળાયેલા લોકોના પ્રકરણના ખૂલે તેવું તેમનું આયોજન હોઇ શકે છે. વધુમાં કોટડિયાને રાજકારણ અંગે પૂછતા તેમણે જણાવ્યું કે, કાર્યકરો કહેશો તો સક્રિય રાજકારણમાં રહીશ. નોટબંધી વખતે ઉદ્યોગ પતિઓ અને અધિકારીઓના નાણાનું બીટ કોઇનમાં રોકાણ થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે