દરિયામાં સમાયું રણ, પાણી ભરાતા નડાબેટનો નજારો બદલાઈ ગયો!

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદને કારણે રણ ફેરવાયું બેટમાં.... સુઈગામમાં સવારથી અત્યાર સુધીમાં વરસ્યો સાડા 3 ઈંચ..
 

દરિયામાં સમાયું રણ, પાણી ભરાતા નડાબેટનો નજારો બદલાઈ ગયો!

અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના સરહદી વિસ્તાર એટલે નડાબેટ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા નડાબેટ વિસ્તારના રણના હાલ દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ કારણે નડાબેટની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. અજાયબ લાગે તેવા દ્રશ્યો અહીં સર્જાયા છે. 

ભારે વરસાદના કારણે ભારત-પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલ નડાબેટનું અફાટ રણ દરિયામાં ફેરવાયું છે. નડાબેટનું રણ વરસાદી પાણીના કારણે દરિયો બનતા અનેક પ્રવાસીઓએ અહીં નાહવાની મજા લીધી. જ્યાં બારેમાસ રણ હોય છે, ત્યાં વરસાદી પાણી ભરાતા જ સરોવર બની જાય છે. અફાટ રણ દરિયો બનતા ઠંડા પવન ફૂંકાતા નડાબેટ રણમાં રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. સુઇગામના નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. 

સુઇગામ 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે નડાબેટ રણ વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે રણ દરિયામાં ફેરવાયું છે. ભારે વરસાદમાં પણ બીએસએફના જવાનો ફરજ બજાવી રહ્યાં છે. 

બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકામાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ પાલનપુરમાં 4 કલાકમાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી પાલનપુર-અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણી ભરાવવાના કારણે વાહન બંધ થતા લોકોને પરેશાની થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news