દેશભરમાં ચર્ચાયો વડોદરાનો આ મુદ્દો, CM આવાસ યોજનામાં હિન્દુઓની વસ્તી વચ્ચે મુસ્લિમ મહિલાને ફ્લેટ ફાળવાયો
protesting for the allocation of flat to Muslim women : હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં મુસ્લિમ મહિલાને ફ્લેટ ફાળવી દેતા સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે, એક સ્થાનિકે કહ્યું-આ 461 પરિવારોના શાંત જીવનમાં આગ ચાંપવા સમાન છે
Trending Photos
Vadodara News : હાલ દેશભરમાં વડોદરાનો CM આવાસ યોજનાનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. વડોદરામાં મોટનાથ રેસિડન્સી મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવતા વિવાદ ઉઠ્યો છે. 462 મકાનમાથી એકમાત્ર મકાન વિધર્મીને ફાળવતાં સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો છે. મોટનાથ રેસિડન્સીમાં રહેતા અન્ય નાગરિકોએ જય શ્રી રામના નારા લગાવ્યા, કોર્પોરેશન વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. કોર્પોરેશને K ટાવરમાં આવેલ 204 નંબરનું મકાન પટેલ શાહીના ઇકબાલભાઈને ફાળવ્યું છે. ત્યારે હરણી વિસ્તાર અશાંતધારા હેઠળ આવ્યું હોવા છતાં પાલિકાના અધિકારીઓએ કોણા ઇશારે વિધર્મીને મકાન ફાળવ્યું તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે. મોટનાથ રેસીડન્સીમાં રહેતા નાગરિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી હોવા છતાં પાલિકા કોઇ જ કાર્યવાહી નથી કરી રહ્યું.
ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નીચી આવક ધરાવતા લોકોને મકાન ફાળવવામાં આવે છે, પરંતુ તેમાં પણ લોકો ધાર્મિક રીતે વહેંચાઈ જાય છે. મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગમે તે જગ્યાએ મકાન મળી શકે છે. વડોદરામાં એક મુસ્લિમ મહિલાને હિંદુ બહુમતીના એરિયામાં મકાન ફાળવવામાં આવતા બીજા લોકોએ તેનો વિરોધ કર્યો છે અને મુખ્યમંત્રીની ઓફિસને પત્ર લખ્યો છે. સ્થાનિકોએ મુસ્લિમ મહિલાનો વિરોધ દર્શાવ્યો છે.
આ મુસ્લિમ મહિલા સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલયની એક શાખામાં કામ કરે છે. તેને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 2017માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના લો ઈન્કમ ગ્રૂપના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં મકાન ફાળવાયું હતું.
સ્થાનિકોનો વિરોધ
મોટનાથ રેસિડન્સી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસિસ સોસાયટીના લોકોએ મુખ્યમંત્રીને રજૂઆતમા જણાવ્યું કે, વીએમસીએ માર્ચ 2019માં એક લઘુમતી લાભાર્થીને મકાનન સોંપ્યું છે. હરણી એરિયા હિંદુ બહુમતી ધરાવે છે અને લગભગ ચાર કિમીની ત્રિજ્યામાં કોઈ મુસ્લિમ વસતી નથી. આ 461 પરિવારોના શાંત જીવનમાં આગ ચાંપવા સમાન છે. મુસ્લિમ પરિવારોને અહીં રહેવા દેવામાં આવશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પેદા થઈ શકે છે.
અન્ય એક સ્થાનિકે કહ્યું કે, આ મહાનગરપાલિકાનો વાંક કહેવાય કારણ કે તેણે કોને મકાન ફાળવાય છે તે ચેક નથી કર્યું. અમે બધાએ આ કોલોનીમાં એટલા માટે મકાન બૂક કરાવ્યું હતું કારણ કે આ હિંદુ એરિયા છે. અમે નથી ઈચ્છતા કે બીજા ધર્મ કે કલ્ચરલ બેકગ્રાઉન્ડના લોકો અમારી કોલોનીમાં રહેવા આવે. બંને પક્ષ માટે આ લાગુ પડે છે.
હાલ આ સમગ્ર મુદ્દો ટ્વટિર પર ઉઠ્યો છે. લોકો તેને લઈને ટ્વિટ કરી રહ્યાં છે અને પોતાની પ્રતિક્રીયા આપી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે, શું હિન્દુઓને ડરવાનો પણ અધિકાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે