Health Tips: પાચનતંત્રને દુરસ્ત રાખવું હોય તો ખાવી આ 4 વસ્તુઓ, એસિડિટી અને અપચાથી મળી જાશે છુટકારો

Health Tips: આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી ગરમીમાં પેટને ઠંડકને મળે છે અને પાચનતંત્ર ઠીક રહે છે. આ 4 વસ્તુઓ કઈ કઈ છે જાણી લો ફટાફટ.

Health Tips: પાચનતંત્રને દુરસ્ત રાખવું હોય તો ખાવી આ 4 વસ્તુઓ, એસિડિટી અને અપચાથી મળી જાશે છુટકારો

Health Tips: દરેક વ્યક્તિને સ્વાદિષ્ટ વસ્તુઓ જ ખાવી હોય છે. પરંતુ બદલતી ઋતુમાં પાચનતંત્ર મંદ થઈ જતું હોય છે. તેવામાં જો મસાલેદાર, તળેલી અને ચટાકેદાર વસ્તુઓ ખાવામાં આવે તો ઘણીવાર પેટ ફુલવું, એસિડિટી અને અપચા જેવી તકલીફ થઈ શકે છે. જ્યારે પેટ ફુલવું, એસિડિટી અને અપચો જેવી સમસ્યા થઈ જાય તો તેને દુર કરવા માટે કેટલીક વસ્તુઓ ખાવી જોઈએ. આ વસ્તુઓ ખાવાથી એસિડિટીથી મુક્તિ મળી જાય છે. 

આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી ગરમીમાં પેટને ઠંડકને મળે છે અને પાચનતંત્ર ઠીક રહે છે. આ 4 વસ્તુઓ કઈ કઈ છે જાણી લો ફટાફટ.

દહીં

દહીં ગરમીના દિવસોમાં પાચનતંત્ર માટે બેસ્ટ છે. તેમાં પ્રોબાયોટિક્સ આંતરડા માટે ફાયદામંદ ગણાય છે. તેના ગુડ બેક્ટેરિયા પાચન ક્રિયાને તેજ કરે છે અને પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. દહીં ખાવાથી પેટની બળતરા અને એસિડિટીની સમસ્યા દુર થાય છે. 

દહીં સાથે ફળ

દહીં સાથે ફળ મિક્સ કરીને ખાવાથી પોષણ મળે છે અને પાચનતંત્રને ફાયદો કરે છે. કેરી, પપૈયા અને દાડમ જેવા ફાઈબરથી ભરપુર હોય છે. ફાઈબરથી ભરપુર ફળ ખાવાથી પાચનક્રિયા સારી રીતે ચાલે છે. દહીંમાં જે પ્રોબાયોટિક્સ ફળના પોષકતત્વોને શોષે છે. 

કાકડી

કાકડીમાં 96 ટકા પાણી હોય છે. ગરમીમાં કાકડી શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. કાકડીમાં ફાયબર હોય છે. તે પચવામાં હળવી હોય છે. તેનાથી પેટને ઠંડક મળે છે અને એસિડિટી મટે છે. 

છાશ

છાશ પ્રોબાયોટિક્સથી ભરપુર હોય છે જે પાચન ક્રિયાને દુરુસ્ત કરે છે. તેમાં ઈલેક્ટ્રોલાઈટ્સ શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. ગરમ મસાલાવાળુ ભોજન કર્યું હોય તો એક ગ્લાસ ઠંડી છાશ પીવી જોઈએ. તેનાથી ફાયદો થાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news