પ્રેમિકા અને તેની દિકરી બંન્ને મારી છે, યુવતી સાથે લગ્ન કરનાર યુવકની હત્યા અને...

પાલનપુરમાં સાત દિવસ પહેલા થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. યુવાનની થયેલી હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રેમિકા અને તેની દિકરી બંન્ને મારી છે, યુવતી સાથે લગ્ન કરનાર યુવકની હત્યા અને...

બનાસકાંઠા : પાલનપુરમાં સાત દિવસ પહેલા થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. યુવાનની થયેલી હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બનાસકાંઠાના પાલનપુરના ગઢના સામઢી ગામ પાસેની કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાઈ ગયો છે. અઠવાડિયા પહેલા આ યુવકનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા થયાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું. મૃતકના પરિવાજનોની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતાં યુવક ડીસાના વિરેન પાર્કમાં રહેતો હોવાનું સામે આવતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. સાથે જ પોલીસે હત્યારાને શોધવાની દિશામાં પણ તપાસ તેજ કરી દીધી હતી. 

પોલીસે મૃતકની નાનામાં નાની વિગતો, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્શિસના આધારે તપાસ કરતાં તેના મિત્રએ જ પ્રેમ પ્રકરણ મામલે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.  અને મૃતક તથા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ એકબીજાના મિત્રો જણાતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી. જેમાં સામે આવ્યું કે મૃતક જગદીશે 2 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્ન અન્ય કોઈની સાથે નહીં પણ મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠાકોરની પ્રેમિકાની દીકરી સાથે કર્યા હતાં. જગદીશે યુવતીને ભગાડી લઈ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા. પાછળથી બંને પરિવાર વચ્ચે સમાધાન પણ થઈ ગયુ હતું. પણ પપ્પુના મનમાંથી આ ખુન્નસ જતું નહોતું. તેણે જગદીશની હત્યા માટે પ્લાન ઘડ્યો અને તેમાં પોતાના ત્રણ મિત્રોને પણ સામેલ કર્યાં હતાં. 

ચારેય જણાએ જગદીશનું ભોંયણ ગામ પાસેથી અપહરણ કર્યું હતું અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ માર મારી તેની હત્યા કરી હતી. આરોપીઓ પકડાઈ ન જાય તે માટે મૃતદેહને સામઢી ગામ પાસે કેનાલમાં ફેંકી ત્યાંથી હત્યારા નાસી ગયા હતા. આ મૃતદેહ મળતા જ પોલીસે હત્યારાને પકડવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ હતું અને ગણતરીના દિવસોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હાલ પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે. અને હત્યામાં વપરાયેલી ગાડી કબજે કરી ફરાર મુખ્ય આરોપી પપ્પુ ઠાકોરની શોધખોળ હાથ ધરી છે. આરોપી ગમે તેટલો શાતિર કેમ ના હોય પણ ક્યાંકને ક્યાંક નિશાન છોડીને જ જાય છે. આવું જ કઈક આ કિસ્સામાં બન્યુ જૂના ઝઘડાનું કારણ જેવું સામે આવ્યું કે પોલીસને આરોપીઓ સુધી પહોંચવાની કડી મળી અને હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news