લેટેસ્ટ ટેક્નોલોજી અને શાનદાર ગ્રાફિક્સ સાથે Hero Maestro Edge 125 લોન્ચ, નેવિગેશન અને બ્લુટુથ જેવા ફીચર્સથી છે સજ્જ

નવા Maestro Edgeના ડ્રમ વેરિયંટની કિંમત 72,250 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ડિસ્ક વેરિયંટની કિંમત 76,500 રૂપિયા રાખવામાં આવી છે. તો કનેક્ટેડ વેરિયંટ માટેની કિંમત 79,750 રૂપિયા રાખવામાં આવી છે. 

લેટેસ્ટ ટેક્નોલોજી અને શાનદાર ગ્રાફિક્સ સાથે Hero Maestro Edge 125 લોન્ચ, નેવિગેશન અને બ્લુટુથ જેવા ફીચર્સથી છે સજ્જ

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં સૌથી મોટી વાહન નિર્માતા કંપની Hero MotoCorpએ કનેક્ટેડ ટેક્નોલોજી, નવા ફીચર્સ અને નવા કલર ઓપશન સાથે પોતાની નવું Maestro Edge 125 સ્કુટર લોન્ચ કર્યું છે. નવા Maestro Edgeના ડ્રમ વેરિયંટની કિંમત 72,250 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ડિસ્ક વેરિયંટની કિંમત 76,500 રૂપિયા રાખવામાં આવી છે. તો કનેક્ટેડ વેરિયંટ માટેની કિંમત 79,750 રૂપિયા રાખવામાં આવી છે. હીરોના નવા સ્કુટરમાં ડેશિંગ લુક્સ, એડવાંસ્ડ ટેક્નોલોજી અને આકર્ષક ડિઝાઈન સાથે એક રાઈડરને કનેક્ટેડ અને શાનદાર અનુભવ આપે છે. આવો જાણીએ આ સ્કુટર વિષે તમામ માહિતી.

હીરો મોટોકોર્પના હેડ ઓફ સેલ્સ અને આફ્ટરસેલ્સ નવીન ચૌહાણે કહ્યું કે હાલમાં માર્કેટમાં સ્કુટરોની માગ વધી છે. જેને જોતા અમે નવા Maestro Edge 125ની સાથે આ ટ્રેન્ડને યથાવત રાખવાની આશા રાખીએ છીએ. નવા ટેક્નોલોજીકલ ફીચર્સ અને સ્ટાઈલિશ લુક્સ સાથે આ સ્કુટર દેશના યુવાનોને આકર્ષશે.

Image preview

શાનદાર ફીચર્સ-
નવા Maestro Edge 125માં ફર્સ્ટ પ્રોજેક્ટર LED હેડલેમ્પ, ફુલી ડિજિટલ સ્પીડોમીટર, કોલ એલર્ટ સાથે બ્લુટુથ કનેક્ટિવિટી, ટર્ન બાય ટર્ન નેવિગેશન અને હીરો કનેક્ટ જેવા ફીચર્સ મળે છે. કંપનીનું કહેવું છે કે આ સ્કુટરમાં મળતા નવા ફીચર્સ રાઈડરના સ્કુટર ચલાવવાના અનુભવને બદલી નાખશે. આ સ્કુટરના લોન્ચિંગ બાદ જ ગ્રાહકો તેની લેટેસ્ટ ટેક્નોલોજીથી આકર્ષાયા છે. આ અપગ્રેડ સાથે, હીરો કંપની યુવાઓ અને ટેક્નોલોજીના શોખીનો વચ્ચે સ્થાન બનાવવા કામ કરી રહી છે.

એન્જીન અને પાવર-
Maestro Edge 125 સ્કુટરમાં 'XSens Technology' સાથે 124.6CC BS-6 કંપ્લાયંટ પ્રોગ્રામ્ડ ફ્યુલ ઈન્જેક્શન એન્જીન મળે છે. આ એન્જીન 7000RPM પર 9BHPનો પાવર અને 5500RPM પર 10.4NMનો ટોર્ક ઓન ડિમાન્ડ જનરેટ કરે છે.

Image preview

લુક અને ડિઝાઈન-
નવી Maestro Edge 125ના એક્સટીરિયર લુક અને ડિઝાઈનની વાત કરવામાં આવે તો આ સ્કુટર બિલકુલ નવા શાર્પ હેડલેંપ, શાર્પ ફ્રંટ ડિઝાઈન, નવું સ્પોર્ટી ડ્યુઅલ ટોન સ્ટ્રાઈપ પેટર્ન માસ્ક્ડ વિંકર્સ અને નવા પ્રિઝમેટિક રંગ સહિત નવી ડિઝાઈન એલિમેન્ટ્સથી ભરેલું છે.

કલર ઓપશન-
Maestro Edge 125નું કનેક્ટેડ વેરિયંટ પ્રિઝમેટિક યેલો અને પ્રિઝમેટિક પર્પલ રંગમાં આવે છે. ડિસ્ક વેરિયંટ 6 રંગોમાં ઉપલબ્ધ છે-કેંડી બ્લેઝિંગ રેડ, પેંથર બ્લેક, પર્લ સિલ્વર વ્હાઈટ, મેટ ટેક્નો બ્લુ, પ્રિઝમેટિક યેલો અને પ્રિઝમેટિક પર્પલ. ડ્રમ વેરિયંટ 4 રંગોમાં ઉપલબ્ધ છે-કેંડી બ્લેઝિંગ રેડ, પેંથર બ્લેક, પર્લ સિલ્વર વ્હાઈટ, મેટ ટેક્નો બ્લુ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news