હવે મ્યુકોરમાઈકોસિસ મચાવી શકે છે તબાહી, દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં

હવે મ્યુકોરમાઈકોસિસ મચાવી શકે છે તબાહી, દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં
  • દેશના 10 રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસનું સંકટ વધી રહ્યું છે, જેમાં દેશમાં મ્યુકોરમાઈકોસિસના 8848 કેસ છે
  • કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં કુલ 2281 દર્દીઓ સામે 5800 ઈન્જેકશન અપાયા

ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) વિકરાળ રૂપ લઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં અત્યાર સુધી 8848 થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ 2281 કેસ ગુજરાતમાં છે. એટલુ જ નહિ, ગુજરાતમાં ફંગસના પણ બે અલગ અલગ પ્રકાર જોવા મળ્યાં છે. વ્હાઈટ ફંગસ (white fungus) અને બ્લેક ફંગસ (black fungus). 

ગુજરાતમાં 2281 દર્દીઓ સામે 5800 ઈન્જેકશન અપાયા
દેશના 10 રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસનું સંકટ વધી રહ્યું છે, જેમાં દેશમાં મ્યુકોરમાઈકોસિસના 8848 કેસ છે. ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં 2000 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ, ગુજરાતમાં જ્યા કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યાં તેની સારવાર માટેના ઈન્જેક્શનની શોર્ટેજ દેખાઈ રહી છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ એક ટ્વીટમાં કહ્યું કે, દેશમાં મ્યુકોરમાઈકોસિસના કેસ વધતા વધારાના 23860 ઈન્જેકશન રાજ્યોને અપાયા છે. દેશમાં કુલ 8848 દર્દીઓ છે, જેના આધારે વધારાના ઈન્જેકશન અપાયા છે. ગુજરાતમાં કુલ 2281 દર્દીઓ સામે 5800 ઈન્જેકશન અપાયા છે. 

કયા રાજ્યમાં કેટલા કેસ

  • કેન્દ્રીય વિસ્તારોમાં 442 કેસ
  • ગુજરાત 2281 કેસ
  • મહારાષ્ટ્ર 2000 કેસ
  • આંધ્રપ્રદેશ 910 કેસ 
  • મધ્યપ્રદેશ 720 કેસ 
  • રાજસ્થાન 700 કેસ 
  • કર્ણાટક 500 કેસ
  • તેલંગણા 320 કેસ
  • દિલ્હી 197 કેસ
  • ઉત્તર પ્રદેશ 112 કેસ
  • પંજાબ 95 કેસ 

મ્યુકોરમાઇકોસિસને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું કે, તેમણે ઈન્જેક્શનની અછતને લઈ પીએમ મોદીને રજુઆત કરી હતી. પીએમ દ્વારા ગુજરાતને ઈન્જેક્શન ફાળવવાને લઈ કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીયાને વાત કરાઈ હતી. તેથી ગઈકાલે જ ઇન્જેક્શનનો સ્ટોક ગુજરાતમાં પહોંચ્યો છે. તેથી કોઈને ઇન્જેક્શનની અછત નહિ થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news