દ્વારકાની ગોમતી નદીમાં મોટી દુર્ઘટના ટળી! એકાએક પાણીનો પ્રવાહ વધતાં 40 લોકોના જીવ તાળવે ચોંટ્યો

દ્વારકામાં એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. ગોમતી નદીના સામે કાંઠે કેટલાંક લોકો ફસાયા હોવાની ઘટના બની હતી. દરિયામાં ભરતી સમયે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં નદીનું પાણી વધતા સામે કાંઠે 40થી વધુ લોકો ફસાયા હતા. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા સ્થાનિક બોટ દ્વારા તમામ લોકોનું રેસ્કયુ કરાયું હતું.

દ્વારકાની ગોમતી નદીમાં મોટી દુર્ઘટના ટળી! એકાએક પાણીનો પ્રવાહ વધતાં 40 લોકોના જીવ તાળવે ચોંટ્યો

ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે કેટલાંક લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા દ્વારકાની ગોમતી નદીમાં 40થી વધુ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે તાત્કાલિક તેમનું રેસ્કયૂ કરાયું હતું અને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

આજે યાત્રાધામ દ્વારકામાં એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. ગોમતી નદીના સામે કાંઠે કેટલાંક લોકો ફસાયા હોવાની ઘટના બની હતી. દરિયામાં ભરતી સમયે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં નદીનું પાણી વધતા સામે કાંઠે 40થી વધુ લોકો ફસાયા હતા. સામે કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા સ્થાનિક બોટ દ્વારા તમામ લોકોનું રેસ્કયુ કરાયું હતું. અવાર નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થઈ સામે કાંઠે જતાં હોય છે. ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગોમતી નદીમાં ઊંટની સવારીઓના વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયા છે. પરંતુ તંત્ર કોઈ પગલાં લેવા તૈયાર નથી. વિડિયો વાયરલને કારણે અનેક સવાલો અકસ્માત થાય તો જવાબદાર કોણ???

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news