Cyclone Biparjoy: એવું ના સમજતા કે વાવાઝોડાનો ખતરો ટળી ગયો! આ વિસ્તારોમાં છે 4 ઈંચથી વધારે વરસાદની આગાહી

Cyclone Biparjoy: અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં ભલે વાવાઝોડા અથડાવવાનું ના હોય પરંતુ તેની અસર સૌથી મોટી થશે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા અતિભારે વરસાદની શક્યતા છે.

Cyclone Biparjoy: એવું ના સમજતા કે વાવાઝોડાનો ખતરો ટળી ગયો! આ વિસ્તારોમાં છે 4 ઈંચથી વધારે વરસાદની આગાહી

Cyclone Biparjoy: અરબી સમુદ્ર પર આવેલું વાવાઝોડું 'બિપરજોય' હવે ઝડપથી ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ બિપોરજોય વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2  નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હાલ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં ભલે વાવાઝોડા અથડાવવાનું ના હોય પરંતુ તેની અસર સૌથી મોટી થશે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા અતિભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર, પૂર્વ, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગમાં 4 ઈંચથી વધુ વરસાદ થઈ શકે છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. દરિયામાં પવનની ગતિ 70થી 90 કિમી રહેશે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. 11થી 14 જૂન ઓમાન તરફ ફંટાતા સમુદ્રના પવનની ગતિ 200 કિમીથી વધુ રહી શકે છે.

હવામાન વિભાગે વાવાઝોડા વિશે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું થોડા કલાકોમાં રૌદ્ર બનશે. ગુજરાતના દરિયા કિનારે 170 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 8 જૂનથી વાવાઝોડું અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. વાવાઝોડું ઉત્તર ભાગમાં જતા વધારે ખતરનાક બનવાની સંભવાનાઓ વ્યક્ત કરાઈ છે. જેના કારણે દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળી રહ્યો છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ હાલ પોરબંદરથી 1000 કિલોમીટર દૂર છે. તો ગોવાથી સમુદ્રમાં 900 કિમી દૂર અને મુંબઈથી સમુદ્રમાં 1 હજાર 30 કિલોમીટર દૂર છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. વાવાઝોડુ ગુજરાતને અસર કરશે તો તોફાની પવન સાથે વરસાદ થઈ શકે છે.

8 જૂને કેવી અસર થશે? 
પવનની ઝડપ 125 કિમી સુધી પહોંચવાની શક્યતા, સાંજના સમયે પવનની ઝડપ 145 કિમી થવાની શક્યતા, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.

9 જૂને કેવી અસર થશે? 
મધ્ય અરબી સમુદ્ર પર 155 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, સાંજે પવનની ઝડપ 165 કિમીની થવાની શક્યતા, દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિમી રહેવાની શક્યતા, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.

10 જૂને કેવી અસર થશે?
મધ્ય અરબી સમુદ્ર પર 145-155 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં 60 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન અને કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.

આ વિસ્તારોમાં તોફાનની અસર જોવા મળશે-
હવામાન વિભાગે આજે આ અંગે ચેતવણી જાહેર કરી છે. IMDએ કહ્યું કે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરના ઊંડા દબાણવાળા વિસ્તારે હવે તોફાનનું સ્વરૂપ લીધું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં મુંબઈ, થાણે, પાલઘર ઉપરાંત કોંકણના તટીય વિસ્તારોમાં રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે. કોંકણ-ગોવા-મહારાષ્ટ્ર કિનારે 8 થી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે.

દરિયામાં ઉતરેલા માછીમારોને કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. IMDએ સોમવારે કહ્યું હતું કે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણવાળા વિસ્તારની રચના અને તેના ઊંડા થવાથી કેરળના કિનારા તરફ ચોમાસાના આગમનને ગંભીર અસર થઈ શકે છે. જોકે, હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની સંભવિત તારીખ આપી નથી. આવી સ્થિતિમાં સાવચેતી રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે જેથી કરીને કોઈ અકસ્માત ન થાય અને જાનમાલનું નુકસાન ન થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news