મોરબીની ગાડી પાટા પર આવી, 8૦૦માંથી ધીમેધીમે કરીને 200થી વધુ કારખાના ચાલુ થઇ ગયા
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબી પંથકમાં આવેલ સિરામિક યુનિટમાં રોજગારી મેળવવા માટે આવેલા પરપ્રાંતીય મજૂરો તેના વાતમાં જઈ રહ્યા છે, જેથી કરીને છેલ્લા વીસ દિવસમાં મોરબીમાંથી ૪૦ હજાર કરતા પણ વધુ શ્રમિકોને તેના વતનમાં મોકલી દેવામાં આવ્યા છે. આવામાં મજુરો ન હોવાથી કારખાના કેવી રીતે ચાલુ રાખવા તે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. જેથી કરીને લોકડાઉન પહેલાથી જ દેશના જુદાજુદા રાજ્યોમાં વતનમાં ગયેલા શ્રમિકોને હાલમાં રોજગારી માટે વતન પરત આવવું છે. જો કે, વહીવટી આંટીઘૂંટીના લીધે હાલમાં શ્રમિકો મોરબી આવી શકતા નથી. જેથી થોડા પ્રશ્નો શ્રમિકના છે, તેમ છતાં પણ ધીમેધીમે સિરામિક ઉદ્યોગની ગાડી પાટે ચઢી રહી છે.
માત્ર 6 મહિનાની દીકરીને સાસુ પાસે મુકીને કોરોનાના દર્દીઓની સેવામાં બિઝી રહે છે ડૉ. ક્રતિ
વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ મોરબીની આસપાસમાં આવેલ છે, જેથી તેમાં રોજગારી મેળવવા માટે દેશના બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં મજૂરો આવતા હોય છે. હાલમાં શ્રમિકોને પોતાના વતનમાં જવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે મોરબીથી છેલ્લા 20 દિવસમાં ૪૦ હજારથી વધુ શ્રમિકો ટ્રેન મારફતે તેના વતનમાં જતા રહ્યા છે. જેથી કરીને કારખાના ચાલુ કરવામાં કારખાનેદારોને થોડી મુશ્કેલી પડી રહી છે. માટે અહીંથી જે રીતે શ્રમિકો તેના વતનમાં જઈ રહ્યા છે. તેવી જ રીતે ત્યાંથી પરત રોજગારી માટે મોરબી આવવા ઈચ્છતા શ્રમિકો માટે પણ સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો ઉદ્યોગની ગાડી વહેલી તકે પાટે ચઢી જશે.
સુરતથી સિવાન જતી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી? માનવઅધિકાર આયોગે ગુજરાત-બિહાર સરકારને નોટિસ ફટકારી
મોરબીથી શ્રમિકો સલામત રીતે તેઓના વતનમાં પહોંચી શકે તેના માટે થઈને મોરબી સિરામિક એસોસિયેશન અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વીસ જ દિવસમાં દેશના જુદાજુદા રાજ્ય માટેની એક કે બે નહિ પણ 28 ટ્રેન મારફતે હજારોની સંખ્યામાં શ્રમિકોને તેના વતન સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. જો કે, સિરામિક ઉદ્યોગની ગાડી હવે ટ્રેક ઉપર આવી રહી છે, ત્યારે શ્રમિકોનો પ્રશ્ન ઉદ્યોગકારોને સતાવી રહ્યો છે તે હકીકત છે. કેમ કે શ્રમિકો વગર કારખાના ચાલુ કરવા શક્ય નથી. તો પણ હજુ ઘણા શ્રમિકો મોરબીના કારખાનામાં જ હોવાથી મોરબી પંથકના 8૦૦ જેટલા કારખાનામાંથી ધીમેધીમે કરતા 200થી વધુ કારખાના ચાલુ થઇ ગયા છે. ત્યારે અહીંથી જવા માટે શ્રમિકોની જે રીતે
સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. તેવી જ રીતે જુદાજુદા રાજ્યમાંથી પરત રોજગારી માટે આવવા ઇચ્છતા શ્રમિકો માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી ઉદ્યોગકારોની લાગણી છે.
વડોદરા : પાલિકાની સભામાં પ્રિમોન્સૂન કામગીરી ભૂલાઈ, કોરોના કોના કારણે ફેલાયો તેની ચર્ચા કરતા રહ્યાં નેતા
લોકડાઉન પહેલા જે શ્રમિકો તેના કોઈ કારણોસર મોરબીથી પોતાના વતનમાં ગયેલા છે, તે શ્રમિકોને જો મોરબી આવવું હોય તો શ્રમિકો તેના માટે ત્યાની સરકાર દ્વારા થોડી સરળ પદ્ધતિ રાખવામાં આવે તો દેશના જુદાજુદા રાજ્યમાંથી શ્રમિકો વહેલી તકે મોરબીમાં પાછા આવી જશે અને સિરામિક ઉદ્યોગ પહેલાની જેમ જ ધમધમતો થશે તેવી લાગણી ઉદ્યોગકારો અને આગેવાનો વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે