31st પહેલાં 200થી વધુ પીધેલા પકડાયા, તમામના કરાયા કોરોના ટેસ્ટ

અનેક લોકો દારૂનો નશો કરી શહેરમાં ફરી રહ્યા હતા તેમને પોલીસે પકડી પાડ્યા હતા વલસાડ સિટી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં શરાબીઓને પકડવા માટે 7 ટિમ બનાવી હતી.

31st પહેલાં 200થી વધુ પીધેલા પકડાયા, તમામના કરાયા કોરોના ટેસ્ટ

વલસાડ: વલસાડ જિલ્લામાં 31st ની રાત પહેલાજ દમણથી દારુ પીને જતા લગભગ 200થી ઉપર લોકો વાપી પારડી અને વલાસડની ચેક પોસ્ટ ઉપરથી મોડી રાત્રે પકડ્યા છે. અને આ તમામ લોકો આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

31મીની ઉજવણી પહેલાં વલસાડ જિલ્લા પોલીસે 200 થી વધુ પીયક્કડો વલસાડ જિલ્લામાંથી પકડી પાડયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદિપસિંહ ઝાલા અને ડી.વાય.એસ.પી એમ.એન ચાવડાના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પી.આઈ એચ.જે.ભટ્ટ દ્વારા 7 ટિમો બનાવી વલસાડ શહેરમાં મોડી રાત્રે દારૂનો નશો કરી ફરતા લોકોને પકડવા અભિયાન શરૂ કર્યું છે. ૩૧મી ડિસેમ્બરની ઉજવણી પહેલા પોલીસે સમગ્ર જિલ્લામાં દારૂ નહીં પીવા ચેતવણી આપી હતી. 

તેમ છતાં અનેક લોકો દારૂનો નશો કરી શહેરમાં ફરી રહ્યા હતા તેમને પોલીસે પકડી પાડ્યા હતા વલસાડ સિટી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં શરાબીઓને પકડવા માટે 7 ટિમ બનાવી હતી. આ ટીમો શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે 30મી ડિસેમ્બરની મોડી રાત્રે જ પોલીસે 40થી વધુ શરાબીઓને પકડી પાડ્યા હતા.

આ તમામ શરાબી ઓને વલસાડ સીટી પોલીસે આંબેડકર હોલમાં રાખ્યા હતા અને ત્યાં જ એક આરોગ્યની ટિમ મૂકી દેવામાં આવી હતી અને તેમનું બ્લડ સેમ્પલ અને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મોડીરાત સુધી તમામ શરાબીઓમાંથી એક પણ પોઝિટિવ કેસ મળ્યો ન હતો. દારૂડિયાઓને પકડવાનું વલસાડ પોલીસનું અભિયાન ૩૧મી ડિસેમ્બરની મોડી રાત સુધી ચાલશે એવું પોલીસે જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news