મોરબી ઘડિયાળના ઉદ્યોગો બનશે આત્મનિર્ભર, બનાવી ખાસ રણનીતિ


ભારતમાં જેટલી પણ વોલ ક્લોકનું દૈનિક પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે તે તમામ ઘડિયાળમાં મોટાભાગે ચાઈનાથી ઈમ્પોર્ટ કરવામાં આવેલા મુમેન્ટ એટલે કે ઘડિયાળનું હાર્ટ મશીન લાગતું હતું. પરંતુ હવે આ મશીન મોરબીની એક કંપની બનાવી રહી છે. 

 મોરબી ઘડિયાળના ઉદ્યોગો બનશે આત્મનિર્ભર, બનાવી ખાસ રણનીતિ

હિમાંશુ ભટ્ટ/મોરબીઃ ચાઈનાથી કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો છે અને ચાઈના દ્વારા ભારતની સરહદ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ચાઇનીઝ પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના ઘડિયાળમાં ચાઈનાના મુમેન્ટ લગતા હતા. તેના બદલે હવે મોરબીની સોનમ કલોક નામની કંપનીમાં બનાવવામાં આવતા મુમેન્ટ મોરબી તેમજ દિલ્હીના ઘડિયાળના ઉદ્યોગકારો દ્વારા પોતાની ઘડિયાળમાં લગાવવામાં આવી રહ્યા છે. જેનાથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહેલી આત્મનિર્ભર ભારતની વાતને સમર્થન મળશે. એટલું જ નહી  ભવિષ્યમાં રોજગારી પણ વધશે તેવો વિશ્વાસ મોરબીના ઉદ્યોગપતિએ વ્યક્ત કર્યો છે.

ભારતમાં જેટલી પણ વોલ ક્લોકનું દૈનિક પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે તે તમામ ઘડિયાળમાં મોટાભાગે ચાઈનાથી ઈમ્પોર્ટ કરવામાં આવેલા મુમેન્ટ એટલે કે ઘડિયાળનું હાર્ટ મશીન લાગતું હતું. જો કે, મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ સોનમ કલોક કંપની દ્વારા મોરબીમાં ઘડિયાળની સાથોસાથ તેના હાર્ટ સમાન મુમેન્ટનું પ્રોડક્શન પણ મોરબીમાં શરુ કરી દેવામાં આવ્યું છે અને દિવસેને દિવસે તેનું પ્રોડક્શન વધી રહ્યું છે. કેમ કે, ચાઈનાથી કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો છે તે વાસ્તવિક છે અને ચાઈના દ્વારા ભારતની સરહદ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં દેશના જવાનો શહીદ થયા હતા જેથી કરીને ચાઇનીઝ પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જો ઘડિયાળમાં લગતા ચાઈનાના મુમેન્ટ બંધ કરવામાં આવશે તો ભારતમાં જેટલા પણ મુમેન્ટની જરૂરિયાત હશે તેટલો માલ આપવાની મોરબીના આ ઉદ્યોગપતિની તૈયારી છે.

હાલમાં ભારત દેશમાં જેટલી વોલ કલોક બને છે તેમાંથી અંદાજે ૯૦ ટકાથી વધુ વોલ કલોક વર્ષોથી મોરબી શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નાના મોટા યુનિટમાં બને છે. જો કે, આ ક્લોકનું હાર્ટ એટલે કે મશીન અત્યાર સુધી ચાઈનાથી આવતું હતું પણ હાલમાં મોરબી નજીક આવેલ સોનમ કલોક કંપની દ્વારા ઘડિયાળના હાર્ટ એટલે કે મુમેન્ટનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ધીમેધીમે કરતા ભારતનું ૩૦ ટકા જેટલું માર્કેટ આ કંપની દ્વારા સર કરી લેવામાં આવ્યું છે. પરંતુ હાલમાં ઘણા કારખાના બંધ હોવાથી મુમેન્ટની માંગ ઓછી છે જો કે, ચાઈનાથી આવતા મુમેન્ટમાં કોઇપણ પ્રકારની ગેરંટી આપવામાં આવતી નથી તેની સામે આ કંપની દ્વારા મશીનમાં ગેરંટી આપવામાં આવે છે. એટલું જ નહી કોઈ ગ્રાહક કે વેપારીને મશીનમાં પ્રોબ્લેમ હોય તો પીસ ટુ પીસ બદલી આપવામાં આવે છે જેથી કરીને  મોરબી, દિલ્હી તેમજ ભારતમાં બનતી તમામ વોલ ક્લોકમાં ભારતના મુમેન્ટ લાગે તે દિવસો હવે દુર નથી.  

આઈ.એમ. જિનવાળા ટ્રસ્ટની શાળાઓની માનવતા, વિદ્યાર્થીઓની 3થી 6 મહિનાની ફી કરી માફ  

ભારતના જુદાજુદા રાજ્યોમાં કલોક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, મોરબીના લાતી પ્લોટ વિસ્તાર અને મોરબી રાજકોટ હાઈવે ઉપર વધુમાં વધુ કલોક ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે. જો કે, અત્યાર સુધી મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ વોલ કલોકના મુમેન્ટ માટે ચાઈના ઉપર આધારિત હતો પરંતુ હવે મોરબીમાં મુમેન્ટ બનતા હોવાથી મોટાભાગના ઉદ્યોગકારો દ્વારા ગુણવતા યુક્ત મુમેન્ટ પોતાની ઘડિયાળમાં લગાવવામાં આવી રહ્યા છે. અહી ખાસ એ વાતનો પણ ઉલ્લેખ કરવાની જરૂર છે કે, આ કારખાનામાં મોરબી આસપાસના વિસ્તારમાં રહેતી ૪૭૫ થી વધુ મહિલાઓને રોજગારી મળી રહી છે અને ભવિષ્યમાં જો મોરબી સહીત ભારતના તમામ ઉદ્યોગકારો મોરબીના મુમેન્ટને ઉપયોગમાં લેશે તો હજુ પણ મહિલાઓની રોજગારીમાં વધારો થાય તેવી શક્યતા છે.

મોરબીના ઉદ્યોગપતિઓ ચાઈનાથી જે માલ મંગાવતા હોય છે તેમાં ટ્રાન્સપોરટેશન દરમ્યાન ઘણી વખત માલમાં નુકશાની થાય તો તે નુકશાની મોરબીના ઉદ્યોગકારોને સહન કરવી પડતી હતી. ચાઈનાથી માલ ખરાબ આવ્યો હોય તો તે રીપ્લેશ પણ કરી દેવામાં આવતો નથી. જો કે, આ કંપની દ્વારા મુમેન્ટ સપ્લાઈ કરવામાં આવે છે તેનો સૌથી મોટો ફાયદોએ છે કે, પહેલા તો કંપની દ્વારા તેના મુમેન્ટની ગેરંટી આપવામાં આવે છે અને તેમાં ટેકનીકલ ખામી હોય કે પછી અન્ય કોઈ કારણોસર મુમેન્ટ બંધ થાય તો તેને રીપ્લેશ પણ કરી દેવામાં આવે છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news