ગુજરાતના આ આશ્રમ જોઈને લોકોમાં કુતૂહલ, માતાના ખોળામાં બાળક રમતું હોય તેવી રીતે કુતરા- બિલાડી કરે છે કિલ્લોલ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ છે અને ટંકારા નજીક આવેલ શાંતિવન આશ્રમમાં કુતરા અને બિલાડી એકબીજાના દુશ્મન નહીં પરંતુ મિત્ર બનીને રહે છે અને એકીસાથે રમતા અને જમતા જોવા મળે છે. જેથી લોકોમાં પણ ભારે કુતૂહલ છે.

ગુજરાતના આ આશ્રમ જોઈને લોકોમાં કુતૂહલ, માતાના ખોળામાં બાળક રમતું હોય તેવી રીતે કુતરા- બિલાડી કરે છે કિલ્લોલ

હિમાશું ભટ્ટ/મોરબી: સામાન્ય રીતે કુતરા અને બિલાડી એકબીજાના દુશ્મન કહેવાય છે. જો કે, કેટલીક પવિત્ર જગ્યામાં વિરોધી માનસિકતા ધરાવતા જીવ પણ એક થઈને રહેતા હોય તેવું જોવા મળતું હોય છે. આવી એક જગ્યા મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ છે અને ટંકારા નજીક આવેલ શાંતિવન આશ્રમમાં કુતરા અને બિલાડી એકબીજાના દુશ્મન નહીં પરંતુ મિત્ર બનીને રહે છે અને એકીસાથે રમતા અને જમતા જોવા મળે છે. જેથી લોકોમાં પણ ભારે કુતૂહલ છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સજનપર રોડ ઉપર બાપા સીતારામ શાંતિ આશ્રમ આવેલ છે. ત્યાં પ્રાયશ્ચિત હનુમાનજી મહારાજનું મંદિર પણ આવેલ છે અને દ્વારકા તરફ જતાં પદયાત્રીઓ સહિતના લોકો શાંતિવન આશ્રમ પાસે આવેલ રસ્તો વાંકાનેરથી ટંકારા બાજુ જવા માટેનો શોર્ટકટ રસ્તો હોવાથી ત્યાંથી નીકળતા હોય છે ત્યારે આ આશ્રમમાં યદયાત્રી સહિતના લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. 

હાલમાં શાંતિવન આશ્રમ ન માત્ર ટંકારા પરંતુ મોરબી અને રાજકોટ જીલ્લામાં ચર્ચાનો વિષય બનેલ છે, કેમ કે, કાયમ શત્રુ ભાવ રાખનાર બિલાડી અને કુતરા અહિયાં એક સાથે રમતા અને જમતા હોવા મળે છે. આ ધાર્મિક જગ્યાનો પ્રભાવ કહો કે પછી સંત સ્વ. લાલદાસબાપુની સાધના ભુમીનો પ્રભાવ પરંતુ હકકીત એ છે કે, કુતરા અને બિલાડી સાથે રહે છે અને જયારે પણ આશ્રમના મહંત પ્રાણજીવનદાસ કુતરા અને બિલાડીને બોલાવે છે ત્યારે તે દોડી આવે છે.

માતાના ખોળામાં બાળક રમતું હોય તેવી રીતે કુતરા અને બિલાડી એક સાથે રહેતા અને રમતા જમતા હોય છે. જેથી આ નજારો જોવા માટે ટંકારા, મોરબી અને રાજકોટથી ઘણા લોકો શાંતિવન આશ્રમે આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news