મોરબીમાં બાઇક અથડાવા મુદ્દે બે જુથો વચ્ચે સામસામે ધિંગાણું, ફાયરિંગમાં 2 લોકોનાં મોત

શહેરમાં આજે રવિવારે ખાટકીવાસ ચોકમાં કુખ્યાત મામુ દાઢી અને તેના ભત્રીજા પર ફાયરિંગનો બનાવ બન્યો છે. જેમાં લોક ચર્ચા મુજબ આવા ફાયરિંગનો બનાવ ખાટકીવાસમાં રાજપૂત શેરીમાં જ રહેતા રફીકભાઇ મેમણ નામના વ્યક્તિ સાથે ચાલી રહેલી માથાકૂટ આજે ચરમસીમાએ પહોંચી હતી. જેમાં પ્રથમ મારામારી બાદ ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં આદિલ રફિકભાઇ મેમણ નામના યુવાનનું મોત પણ થયું હોવાની માહિતી મળી રહી છે. ફાયરિંગમાં મામુ દાઢી અને તેના ભત્રીજા સહિત ત્રણ ઇસમો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

મોરબીમાં બાઇક અથડાવા મુદ્દે બે જુથો વચ્ચે સામસામે ધિંગાણું, ફાયરિંગમાં 2 લોકોનાં મોત

મોરબી : બારશાખ રાજપૂત શેરીમાં આજે ચારેક વાગ્યાના અરસામાં સામસામા ફાયરિંગ અને મારામારીનો બનાવ બન્યો હતો. હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાંચ રાઉન્ડ ફાયરિંગ પણ થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં ઇજા પામેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પામેલ એક યુવાનનું રાજકોટ ખાતે સારવાર માટે ખસેડતા સમયે મોત નીપજયું હતું. જેના પગલે આ ઘર્ષણ લોહિયાળ બન્યું હતું અને તેમાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે. 

મોરબી શહેરના શક્તિ ચોક પાસે બારશાખ શેરીમાં બાઇક અથડાયા બાદ સામસામી મારામારીનો બનાવ બન્યો હતો. બીજી તરફ ઘાતક હથિયારો સાથે સામસામે મારામારી થઈ હતી, તેમજ સ્થળ ઉપર ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેના પગલે પાંચ રાઉન્ડ ફાયરીંગ થયું હતું. ત્યારે મોરબી સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ રફીકભાઈ લોખંડવાલાના દિકરા આદિલ રફીકભાઈ લોખંડવાલા અને રાઉફ રફીકભાઈને ગોળીઓ વાગી હતી. જેમાં આદિલનું મોત નિપજયુ છે. તેમજ તેના ભાઈને ઈજા થયેલી છે જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.  

સામેના પક્ષે હુમલો કરનારાઓમાં મોહમ્મદ ઉર્ફે મમુ દાઢી કાસમાણી, ઇમ્તિયાજ મહમ્મદ કાસમાણી ઈમરાન સલિમભાઈ કાસમાણી અને કાદિર સલિમભાઈ કાસમાણીને ઇજાઓ થઈ હતી.  જેથી તેને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે  ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે બંને પક્ષના લોકો ભેગા થઈ ગયા હતા. હોસ્પીટલમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તાત્કાલિક મમુ અને અન્ય ચારેયને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. જો કે, તેમાં ઈમરાન સલિમભાઈ કાસમાણીનું મોત થયું છે. આ પ્રકારે કુલ મળીને આ બનાવમાં બંને પક્ષના એક એક વ્યક્તિનું મોત થયું છે. જેથી પોલીસે ફરિયાદ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news