મોરબી દુર્ઘટનામાં SIT રિપોર્ટમાં મોટો ખુલાસો : હોનારત માટે જયસુખ જવાબદાર, આ અકસ્માત નહીં 135 લોકોનુ મર્ડર છે

Morbi Bridge Collapse : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં SITએ તૈયાર કરેલો 5 હજાર પાનાનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં કર્યો રજૂ... ગોઝારી દુર્ઘટના માટે ઓરેવા કંપનીનો જયસુખ પટેલ જ જવાબદાર હોવાનો SITના તપાસ રિપોર્ટમાં ખુલાસો...  

મોરબી દુર્ઘટનામાં SIT રિપોર્ટમાં મોટો ખુલાસો : હોનારત માટે જયસુખ જવાબદાર, આ અકસ્માત નહીં 135 લોકોનુ મર્ડર છે

Gujarat Highcourt : મોરબી ઝુલતો પુલ દુર્ઘટના મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં SIT નો રિપોર્ટ રજૂ કરાયો છે. જેમાં આ હોનારત માટે ઓરેવા કંપની સંપૂર્ણ જવાબદાર હોવાનું અને આ અકસ્માત નહીં 135 લોકોનુ મર્ડર છે તેવો ખુલાસો કરાયો છે. સાથે જ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે, આરોપી સામે 302ની કલમ લાગવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનામાં 134 લોકોના મૃત્યુ થયા હતા.

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાનો મામલો SIT ની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો છે. કેબલ બ્રિજ દુર્ઘટના મામલે રાજય સરકારે SIT નું ગઠન કર્યું હતું. ત્યારે આજે SIT ની ટીમે 5000 પાનાનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ થયા મહત્વના ખુલાસા થયા હતા. ત્યારે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાશે. ઓરેવા કંપની ના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી છતી થઈ છે. રિપોર્ટમાં કહેવાયુ કે, ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર છે. MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર હોવાનું SIT નો રિપોર્ટ જણાવાયું છે. 

સાથે જ રિપોર્ટમાં કહેવાયું કે, બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા નહોતી કરવામાં આવી. બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ન હતો. ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતું. ટિકિટ વેચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હતો. બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. 

ગુજરાત હાઇકોર્ટમાં SIT નો ફાઇનલ રીપોર્ટ પીડિત પક્ષને મળ્યો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયુ કે, બ્રિજનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને અપાયું હતું, જેની વિશ્વસનીયતા ચેક કરાઈ નથી. ટિકિટો કેટલી વેચવી તે નક્કી કરાયુ ન હતું. ઓરેવા કંપનીનું મેનેજમેન્ટ બ્રિજ ધરાશાયી થવા માટે જવાબદાર છે. બ્રિજ ઉપર યોગ્ય સિક્યુરિટી નહોતી. બ્રિજ મેન્ટનનન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ શરૂ કરાયો હતો. તેથી ઓરેવા કંપની સંપૂર્ણ રીતે આ હોનારત માટે જવાબદાર છે. 

વધુ માહિતી રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસ બાદ ખબર પડે. પરંતુ આ અકસ્માત નહિ મર્ડર છે, 302 ની કલમ આરોપીઓ સામે લાગવી જોઈએ. ઑરેવાં કંપની દ્વારા નગરપાલિકાને બ્રિજની હાલત અંગે અનેક કાગળ લખાયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news