220 કરોડ લોકો પર ખતરો! ભારત-પાકિસ્તાન ભડકે બળશે, રિસર્ચમાં ડરામણો ઘટસ્ફોટ
એક સંશોધનમાં વધતા તાપમાનને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રીથી વધુનો વધારો થઈ શકે છે. જો આવું થશે તો ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશોના 220 કરોડથી વધુ લોકો પર ખતરો વધી જશે.
Trending Photos
નવી દિલ્લીઃ વૈશ્વિક તાપમાનને લગતા એક સંશોધનમાં એક ડરામણો ઘટસ્ફોટ થયો છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો વૈશ્વિક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશોના 220 કરોડથી વધુ લોકોને જીવલેણ ગરમીનો સામનો કરવો પડશે. તાપમાનમાં વધારો થયા બાદ લોકોમાં હીટસ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો નોંધપાત્ર રીતે વધી જશે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારત, પૂર્વ પાકિસ્તાન, પૂર્વ ચીન અને સબ-સહારન આફ્રિકામાં સૌથી વધુ ભેજ સાથે ગરમીનો સામનો કરવો પડી શકે છે.
ઉચ્ચ ભેજ સાથે હીટવેવનો ભય-
પીઅર-રિવ્યુડ જર્નલ પ્રોસીડિંગ્સ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ (PNAS) માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, જો તાપમાન વધે છે, તો આ દેશોના લોકોને ઉચ્ચ ભેજ સાથે હીટવેવનો સામનો કરવો પડશે, જે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સંશોધન દર્શાવે છે કે હવામાન પરિવર્તનને કારણે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. મોટી વાત એ છે કે પૃથ્વીની વૈશ્વિક સપાટીનું તાપમાન પહેલાથી જ લગભગ 1.15 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતથી આ વધારો મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2) ના પ્રકાશન સાથે જોડાયેલો છે.
તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે - IPCC
2015 માં 196 દેશોએ આબોહવા પરિવર્તન પર પેરિસ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો ધ્યેય વૈશ્વિક તાપમાનના વધારાને પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાનો હતો. જો કે, વિશ્વના અગ્રણી આબોહવા વૈજ્ઞાનિકોની બનેલી સંસ્થા ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)એ આ અંગે ચેતવણી આપી છે. આ સંસ્થાનું કહેવું છે કે આ સદીના અંત સુધીમાં વિશ્વમાં લગભગ 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળશે.
આબોહવા પરિવર્તનની વિનાશક અસરો અટકાવવી જોઈએ-
IPCCએ સૂચન કર્યું છે કે આબોહવા પરિવર્તનની વિનાશક અસરોને રોકવા માટે વિશ્વએ 2019ની સરખામણીમાં 2030 સુધીમાં ઉત્સર્જનમાં અડધો ઘટાડો કરવો પડશે. આ સાથે, વૈશ્વિક સરેરાશ તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત થઈ શકે છે. વૈશ્વિક એજન્સીઓ દાવો કરે છે કે છેલ્લા ચાર મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર રેકોર્ડ પર સૌથી ગરમ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે 2023 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનવાની તૈયારીમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે