આ મોરબી છે કે મુંબઈ? જેલમાંથી આરોપીએ ખંડણી માંગી, કહ્યું; બે લાખ આપી દેજે, નહિંતર સારા વાના નહીં રહે'

મોરબીના વીસીપરામાં રમેશ કોટર મીલ પાસે રહેતા અને લાકડાનો ધંધો કરતા હરગોવિંદભાઈ દયારામભાઇ ચૌહાણ જાતે સતવારા (62)એ અલ્લારખા તાજમામદ જેડા અને જેલમાં બંધ તેના ભાઈ ડાડો તાજમામદ જેડા સામે ફરિયાદ નોંધાવી હતી.

આ મોરબી છે કે મુંબઈ? જેલમાંથી આરોપીએ ખંડણી માંગી, કહ્યું; બે લાખ આપી દેજે, નહિંતર સારા વાના નહીં રહે'

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીના વીસીપરામાં થયેલ ડબલ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપી હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે જેલમાં બેઠા આરોપીએ તેના ભાઈના ફોનમાં ફોન કરીને વીસીપરામાં રમેશ કોટન મિલ પાસે રહેતા અને સતવારા આધેડને ફોન ઉપર ધમકી આપી "રૂપિયા બે લાખ આપી દેજે નહિંતર પેરોલ ઉપર છુટીશ ત્યારે સારા વાના નહીં રહે જાન મારી નાખીશ." તેવી ધમકી આપી હતી. જે ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, જેલમાં બંધ આરોપીએ ખંડણીનો ફોન કર્યો કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે. 

મોરબીના વીસીપરામાં રમેશ કોટર મીલ પાસે રહેતા અને લાકડાનો ધંધો કરતા હરગોવિંદભાઈ દયારામભાઇ ચૌહાણ જાતે સતવારા (62)એ અલ્લારખા તાજમામદ જેડા અને જેલમાં બંધ તેના ભાઈ ડાડો તાજમામદ જેડા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, તેના ડેલે અલ્લારખા તાજમામદ જેડા ચાલુ ફોન લઈને આવ્યો હતો અને તેના ફોનમાં જેલમાં બેઠેલ ડાડો તાજમામદ જેડાએ તેની સાથે વાત કરી હતી અને બેફામ ગાળો આપી હતી અને ત્યારબાદ રૂપિયા બે લાખની ખંડણી માગી હતી.

આ બનાવમાં વૃદ્ધને ફોન ઉપર ધમકી આપીને ડાડો તાજમામદ જેડાએ એવું પણ કહ્યું હતુ કે, જો પૈસા નહીં આપે તો પેરોલ ઉપર છૂટ્યા બાદ જાનથી મારી નાખીશ. જેથી પોલીસે ફરિયાદ લઈને પોલીસે આઇપીસી કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ હેઠળ આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. 

આ ગુનામાં પોલીસે આરોપી અલ્લારખા તાજમામદ જેડા (22) રહે. માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને જેલમાં બેઠેલ આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે. જો કે, બીજો આરોપી ડાડો તાજમામદ જેડા હાલમાં જેલમાં છે ત્યારે તેને ફોન કેવી રીતે કર્યો? તેની પાસે જેલમાં ફોન કેવી રીતે આવ્યો? તે સહિતના અનેક સવાલોના ભેદ ઉકેલવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. 

હાલમાં ખંડણીના આ ગુનામાં પોલીસે ફરિયાદીના ડેલે ફોન લઈને ગયેલા આરોપી અલ્લારખા તાજમામદ જેડાને ઝડપી લીધા છે અને તેના ભાઈએ જેલમાં બેઠા ધમકી આવી હોવાની ફરિયાદ છે. જેથી કરીને પોલીસે ટેકનિકલ પુરાવા એકત્રિત કરીને જેલમાં ફોન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલેખનીય છે કે, ફરિયાદ પાસે અગાઉ આરોપી ડાડો તાજમામદ જેડા બે થી ત્રણ વખત નાની નાની રકમ ધમકી આપીને ડબલ મર્ડર પહેલા લઈ ગયો હતો અને ત્યાર બાદ જેલમાં ગયા પછી અંદાજે છ મહિના પહેલા આવી જ રીતે ધમકી આપીને ખંડણી માંગી હતી ત્યારે હવે પોલીસે આરોપી સામે કેવા પગલાં લેશે તેના ઉપર સહુની નજર મંડાયેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news