MORBI: આ ગામે એક એવું પગલું કે ગામના યુવાનો પાસે અધિકારીઓને ટક્કર મારે તેવું જ્ઞાન

પુસ્તકને જે મિત્ર બનાવે છે તેના માટે પુસ્તકો પથદર્શક બની જાય છે, એવું કહેવાય છે તેમ છતાં વર્તમાન સમયમાં બાળકો, યુવાનો સહિતના મોટાભાગે મોબાઈલ ફોનમાં રચ્યા પચ્યા જ જોવા મળતા હોય છે. જો કે, મોરબી નજીકના ભરતનગર ગામના લોકો પુસ્તક અને વાંચન પ્રેમી છે. જેથી આ ગામની અંદર એક અધ્યતન લાઈબ્રેરી ગામના લોકો દ્વારા બનાવવામાં આવી છે. જેમાં બાળવાર્તાથી લઈને ધાર્મિક પુસ્તકો સુધીના નાના મોટા કુલ મળીને ૭૦૦૦થી પણ વધુ પુસ્તકો મુકવામાં આવ્યા છે.
MORBI: આ ગામે એક એવું પગલું કે ગામના યુવાનો પાસે અધિકારીઓને ટક્કર મારે તેવું જ્ઞાન

હિમાંશુ ભટ્ટ/મોરબી : પુસ્તકને જે મિત્ર બનાવે છે તેના માટે પુસ્તકો પથદર્શક બની જાય છે, એવું કહેવાય છે તેમ છતાં વર્તમાન સમયમાં બાળકો, યુવાનો સહિતના મોટાભાગે મોબાઈલ ફોનમાં રચ્યા પચ્યા જ જોવા મળતા હોય છે. જો કે, મોરબી નજીકના ભરતનગર ગામના લોકો પુસ્તક અને વાંચન પ્રેમી છે. જેથી આ ગામની અંદર એક અધ્યતન લાઈબ્રેરી ગામના લોકો દ્વારા બનાવવામાં આવી છે. જેમાં બાળવાર્તાથી લઈને ધાર્મિક પુસ્તકો સુધીના નાના મોટા કુલ મળીને ૭૦૦૦થી પણ વધુ પુસ્તકો મુકવામાં આવ્યા છે.

લાયબ્રેરીમાં આવેલા બાળકો તેમજ પુસ્તકો વાંચતા બાળકો અને સીનીયર સીટીજનો મોટા પ્રમાણમાં આવે છે. મોરબી તાલુકામાં કડલા હાઇવે પર મોરબીથી ૧૫ કિલો મીટરના અંતરે આવેલ ભરતનગર ગામ છે. આ ગામના લોકો એવું માને છે કે, પુસ્તકો વાંચવાથી માણસોના વિચારોમાં અને જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. ગામમાં પુસ્તકાલય બનાવવા માટેનો વર્ષ ૨૦૦૬ માં વિચાર કરવામાં આવ્યો હતો. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન દરેક કાર્યની જેમ આમાં પણ આર્થીક ભંડોળ ક્યાંથી આવશે તેનો હતો. જો કે, તેના માટે ગામના સીનીયર સિટીઝનો દ્વારા જવાબદારી ઉપાડવામાં આવી હતી. ત્યાર બાદ ગ્રામજનો તરફથી પણ સહયોગ મળવાથી આજે શહેરના કોઈ વિસ્તારમાં ન હોય તેવી અધ્યતન પુસ્તકો સાથેની લાયબ્રેરી આ ગામમાં છે.

સામાન્ય રીતે વેકેશનની બાળકો આતુરતાથી રાહ જોત હોય છે કેમ કે, વેકેશન પડતાની સાથે જ આધુનિક યુગમાં તેઓના હાથમાં ઘરના કોઈને કોઈ સભ્યનો મોબાઈલ ફોન આવી જાય છે.  જો કે, ભરતનગર ગામમાં આજની તારીખે ૧૯૦૦થી ૨૦૦૦ જેટલી વસ્તી છે અને ગામના લોકો ખેતી આધારિત જ જીવન જીવે છે. લોકોને તેના ફ્રી સમયમાં વિશેષ વાંચનની સુવિધા મળી રહે તેના માટે ગ્રામજનો દ્વારા ગામમાં સુંદર લાઈબ્રેરી બનાવવામાં આવી છે અને જે રીતે કોઇપણ ગામમાં કોઈ પણ સારા માઠા પ્રસંગમાં લોકો ધાર્મિક, સામાજિક  અને સેવાકીય કામ માટે શીખ (ચોક્કસ રકમ) કાઢતા હોય છે તેવી જ રીતે આ ગામ કોઇપણ વ્યક્તિના ઘરે પ્રસંગ હોય એટલે બાળકોના શિક્ષણ અને ગામમાં આવેલી લાયબ્રેરી માટે ખાસ શીખ કાઢવામાં આવે છે. આમ કરવાથી જે રકમ એકત્રિત થાય છે તેમાંથી સમયાંતરે ગામની લાયબ્રેરી માટે પુસ્તકોની ખરીદી કરવામાં આવે છે. 

આ ગામના વડીલો સાથે વાત કરતા ભણતર ઓછુ પરંતુ ગણતર વધુ કર્યું હોય તેવા વડીલોએ ટુકમાં એટલું જ કહ્યું હતું કે, પુસ્તકએ લોકોના સાચા પથાદર્શક છે માટે અમારા ગામના લોકો લાયબ્રેરીમાં સારામાં સારા પુસ્તકો આવે તેવા પ્રયાસો કરે છે અને ધાર્મિક કાર્યથી પણ વિશેષ મહત્વ પુસ્તકોના જતનને આપે છે આટલું જ આ ગામમાં આવતા દૈનિક ૧૫૦ જેટલા અખબારો આવે છે જેનું વિતરણ ગામના મુકેશભાઇ દવે, ભીમજીભાઇ આઘારા અને વલ્લભભાઇ પોપટભાઈ સહિતના નિવૃત વડીલો દ્વારા નિશ્વાર્થ ભાવે કરવામાં આવે છે અને તેનું વર્ષે જેટલું પણ કમીશન મળે છે તે તમામ રકમનો ઉપયોગ ગામની લાઈબ્રેરીમાં પુસ્તકો લાવવા માટે જ કરવામાં આવે છે.

શહેરી વિસ્તારમાં મળે તેવી તમામ સુવિધાઓ આજની તારીખે ભરતનગર ગામમાં રહેતા લોકોને મળી રહી છે જો કે આ ગામના વડીલો સહિતનાઓ દ્વારા ગામના બાળકો, યુવાનો, મહિલો તેમજ વૃદ્ધોની વાંચન ભૂખ સંતોષાય તેના માટે જે રીતે લાયબ્રેરી બનાવી છે આવી જ લાયબ્રેરી ગામોગામ બનાવવામાં આવે તો બાળકોના જનરલ નોલેજમાં સો ટકા વધારો થશે અને આટલું જ નહિ નાના બાળકો અને યુવાનો સહિતના મોબાઈલ ફોન તેમજ પબજી સહિતની વિડીયો ગેમથી દુર રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news