મારારી બાપુએ નેપાળ અને સુરત અક્સમાતના મૃતકોઓ માટે કરી સહાયની જાહેરાત

અયોધ્યા ખાતે મોરારિબાપુ દ્વારા ‘માનસ-ગણિકા’ રામકથા ચાલી રહી છે. દેશભરમાંથી સેંકડો ગણિકાઓના પરિવારો માટે, તેમના પુનઃ વસન માટે મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટધામ દ્વારા રૂપિયા 11 લાખની રાશી આપવાની જાહેરાત કરી છે.

મારારી બાપુએ નેપાળ અને સુરત અક્સમાતના મૃતકોઓ માટે કરી સહાયની જાહેરાત

અમદાવાદ: અયોધ્યા ખાતે મોરારિબાપુ દ્વારા ‘માનસ-ગણિકા’રામકથા ચાલી રહી છે. જેમાં દેશભરમાંથી સેંકડો ગણિકાઓ (નગરવધુઓ) તેમજ તેમના પુન:વસન માટે કાર્યરત સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. ત્યારે સુરત અને નેપાળ ખાતે અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને ગણિકાઓના પુનઃ વસન માટે મોરારીબાપુની સહાય જાહેરાત કરી છે.

તારીખ 21 ડિસેમ્બરના રોજ નેપાળ ખાતે રામરી ગામ નજીક નેપાળની કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત સર્જાઇ હતી અને તેમાં 23 વિદ્યાર્થીઓ મોત થયા હતા. તેમજ તારીખ 22 ડિસેમ્બરના રોજ ડાંગના મહાલ-બરડાપાડા માર્ગ પર સુરતના અમરોલીના એક ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ પ્રવાસમાં નીકળ્યા હતા. આ બસમાં 97 વિદ્યાર્થીઓ સવાર હતા. વિદ્યાર્થીઓ ભરેલી આ બસ 300 ફૂટ ઊંડે ખીણમાં ખાબકી હતી. જેમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા હતા. અન્ય 20 વિદ્યાર્થીઓને ગંભીર ઇજા થઇ હતા. જેમને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નેપાળ અને સુરત આ બંને અકસ્માતના વિદ્યાર્થીઓના પરિવારજનોને મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા હનુમાનજીની સાંત્વનારૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજારની સહાય મોકલાવી છે. આ અકસ્માતના મૃતક વિદ્યાર્થીઓને આપવામાં આવતી સહાય રામકથાના શ્રોતાઓ દ્વારા વિવરિત કરવામાં આવશે. આમ આ બંને અક્સમાતના મૃતકો માટે કુલ 1,65,000ની સહાય મોકલાવી છે.

દેશની ગણિકાઓને આપશે આટલી સહાય
સમાજમાં ગણિકાઓને સામાજિક દાયરામાં બેસવાનો અધિકાર નથી. ત્યારે હાલમાં અયોધ્યા ખાતે મોરારિબાપુ દ્વારા ‘માનસ-ગણિકા’ રામકથા ચાલી રહી છે. અયોધ્યામાં આ કથા 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલવાની છે. જેમાં દેશભરમાંથી સેંકડો ગણિકાઓ તેમજ તેમના પુન:વસન માટે કાર્યરત સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. આ બહેનોના પરિવારો માટે, તેમના પુનઃ વસન માટે મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટધામ દ્વારા રૂપિયા 11 લાખની રાશી આપવાની જાહેરાત કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news