રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહી

Weather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..

રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહી
  • આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી
  • મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી
  • સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી
  • દમણ અને દાદરાનગર હવેલીમાં પણ પડશે ભારે વરસાદ
  • જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
  • ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી

Gujarat Monsoon 2024: મંગળવારે ગુજરાતના 138 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે... ત્યારે રાજકોટના લોધિકામાં સવા 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે... તો ગીર સોમનાથના વેરાવળમાં સવા 4 ઈંચ વરસાદ વરસ્યો છે.. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પુર આવ્યું છે. રાહત કમિશનર જેનું દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. આગામી તા.૧૪ જુલાઈ, ૨૦૨૪ સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. 

રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ સાથે ઋતુ જન્ય રોગચાળાની સ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂરી સંકલનમાં રહી ક્લોરીનેશન અને સફાઇની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરે સૂચના આપી હતી.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. તથા આગામી 14 જુલાઈ, 2024 સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એન.ડી.આર.એફ./ એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે અને જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત/બચાવની કામગીરી  કરવા સૂચના આપવામાં આવેલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news