ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, ઘરથી નીકળતા અપડેટ જાણવા જેવા છે
આજથી 16 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈ કાલે ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ (heavy rain) ની ઘટ ઝડપથી પૂરી થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપી છે. તારીખ 13, 14 અને 15 તારીખે સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. 16 તારીખે પણ કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. 15 ઓગસ્ટે સુરતની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. 16 ઓગસ્ટે દ્વારકામાં પણ સારા વરસાદ થશે. દ્વારકામાં આ વખતે સિઝનનો બમણો વરસાદ પડી ચૂક્યો છે. ફરી એકવાર હવામાન વિભાગે આગાહી આપી છે. ગઈ કાલે ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
કૃષ્ણ જન્મોત્સવ બાદ આજે ભક્તો હિંચકો ઝૂલાવીને લાલાને લાડ લડાવશે
તો ગુજરાતમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં આજે સવારથી 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો રાજકોટના જામકરોડણા અને ઉપલેટામાં સવા એક ઇંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ, છેલ્લાં 24 કલાકના વરસાદના આંકડા પર નજરી કરીએ તો, ૨૪ કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં પોણા આઠ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. નર્મદાના દેવ્યાપાડામાં અને પંચમહાલના જાંબુઘોડામાં 7 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. વલસાડના પાલડીમાં પોણા સાત ઈંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.
- રાજ્યના 6 તાલુકામાં 6 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો
- રાજ્યના 27 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો
- રાજ્યમાં 42 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ થયો
- રાજ્યના 81 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ થયો
- 131 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ થયો
દર ચોમાસે ગોકુળીયું ગામ બની જાય છે જામનગર શહેર, લોકો હવે અકળાયા
છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાનાં છોટાઉદેપુર, પાવીજેતપુર અને બોડેલી તાલુકામાં ભારે વરસાદને પગલે પંથકના નદી નાળા છલકાયા છે. બોડેલીના રણભુન અને પાટીયા ગામ વચ્ચે મેરીયા નદી ઉપરના લો લેવલ કોઝવે ઉપર મેરીયા નદીનાં પાણી ફરી વળતા સામા કાંઠાના 20 જેટલા ગામોના લોકો અવર જવર કરી શકતા નથી. બંને તરફનાં ગામના લોકોને પંદરથી વીસ કિલોમીટર ફરવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી કોઝ વે ઉપર બેથી ત્રણ ફુટ ઉપરથી પાણી વહી રહ્યું છે.ભૂતકાળમાં પણ આ કોઝ વે પસાર કરતા અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે. પંથકના લોકો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે અહીં પુલ બનાવવામાં આવે જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને લોકોને જીવનું જોખમ ખેડવું ના પડે.
ખેતી પર નભતા મહીસાગર જિલ્લાના ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે. ચોમાસા દરમિયાન પૂર, દુષ્કાળ, માવઠાની અસર જેવી કુદરતી આફતના અને બાકી હોય તો કોરોનાનો ડંખ ખેડૂતોને ઉભો થવા નથી દેતો. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવણી શરૂ કરી છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની મૂંઝવણ વધી હતી. ખેડૂતોનો પાક સૂકાવાના આરે આવી ગયો છે, ત્યારે જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં ઓછા વરસાદના કારણે માત્ર 30 ટકા જેટલું જ પાણી બચ્યું છે. પણ પાણી નહીં મળતાં ખેડૂતો લાભથી વંચિત રહ્યા છે. ખેડૂતોની એ પણ ફરિયાદ છે કે આજદિન સુધી પાકવીમા સહિતની અન્ય કઈ સરકારી સહાયનો લાભ તેમને મળતો નથી. તેથી હાલ માત્ર કુદરતના આધારે જ વરસાદની કાગડોળે રાહ ખેડૂતો જોઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે