ભાદરવી અમાસે ગુજરાતના આ સ્થળે પીપળે પાણી રેડવાનું છે અનેરું મહત્વ, 108 પ્રદક્ષિણા કરશો તો...
કહેવાય છે કે, ‘સોવાર કાશી અને એક વાર પ્રાચી’ ત્યારે વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા મળી હતી. સૌ પ્રથમ પૂર્વ વાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરી મોક્ષ પીપળે પૂજા અર્ચના કર્યા બાદ પિતૃઓના મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન દક્ષિણા આપીને ઓમ નમો ભગવતી વાસુદેવાય બોલી મોક્ષ પીપળાની પ્રદક્ષિણા કરે છે.
Trending Photos
ઝી બ્યુરો/ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલ મોક્ષ પીપળા એ આજે ભારે માત્રામાં ભાવિકો પિતૃ તર્પણ કરી તેમને વંદન કરી ધન્ય બન્યા હતા. પૂર્વ વાહીની સરસ્વતી નદીના કિનારે આવેલ પ્રાચીન તીર્થ સનાતન ધર્મના અનેક શાસ્ત્રોમાં વર્ણવાયેલું તીર્થ છે.
પૂર્વ વાહીની સરસ્વતી નદીના કિનારે માધવરાય મહારાજનું મંદિર કે જે ચોમાસામાં સંપૂર્ણ નદીમાં ડૂબી જાય છે. તેની નજીક ભાગવત પુરાણ સહિત અનેક શાસ્ત્રોમાં વર્ણવાયેલ મોક્ષ પીપળો આવેલો છે. શ્રાવણ માસના ત્રણ અંતિમ દિવસ તેરસ ચૌદસ અને અમાસ આ ત્રણેય દિવસોમાં મોક્ષ પીપળા ખાતે મેળા જેટલો માનવ સમુદાય ઉમટે છે અને પિતૃ તર્પણ કરે છે અને પિતૃ પાછળ દીવા પ્રગટાવે છે.
પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં સ્નાન કર્યા બાદ મોક્ષ પીપળાને પાણી પીવડાવવાથી પોતાના પિતૃઓને મોક્ષ ગતિ થાય છે, ત્યારે દૂર દૂરથી ભાવિકો વહેલી સવારથી જ સરસ્વતી નદીમાં સ્નાન કરે છે અને સમીપમાં આવેલ મોક્ષ પીપળાને પાણી પીવડાવે છે. ત્યારબાદ પોતાના પિતૃઓની મોક્ષ ગતિ માટે મોક્ષ તર્પણ વિધિ કરે છે. પ્રાચી તીર્થ અને આસપાસનો વિસ્તાર ત્રણ દિવસ સુધી ભરચક જોવા મળે છે.
શું છે મોક્ષ પીપળે પાણી રેડવા, સરસ્વતી નદીમાં સ્નાન કરવાનું મહત્વ?
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજે ભાદરવી અમાસ દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા, પૂજા-અર્ચના, સરસ્વતી નદીમાં સ્નાન કરવા મધરાત્રીથી જ પ્રારંભ થયો હતો. આ દિવસે પિતૃઓને પીપળે પાણી રેડવાનું અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણી અમાસ નિમિત્તે મોક્ષ પીપળ પાણી રેડવા માનવ મહેરામણ ઉમટયો અને મધરાત્રિથી જ પિતૃનો પ્રારંભ થયો હતો. જેમ જેમ રાત વીતતા જ તેમ તેમ શ્રદ્ધાળુ આવા માડ્યા હતા.
સૌ પ્રથમ પૂર્વવાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરી મોક્ષ પીપળે ઓમ સર્વે પિતૃવીનમઃ બીવી પિતૃઓના આત્માને શાંતિ માટે પોત પોતાના પિતૃઓનું નામ લઈને મોક્ષ પીપળે પાણી રેડી પિતૃઓને આત્માને શાંતિ માટે 108 પ્રદિક્ષણા ફરીને પુણ્યનું ભાથું બાંધે છે. અમાસ હોવાથી તીર્થ સ્થાનનું પણ અનેરૂ મહત્વ હોય છે. આથી આ દિવસે તથા પૂનમનું શ્રાધ પણ કરાય છે.
આ દિવસે દાનનું પણ અનેરૂ મહત્વ રહ્યું છે. જેનું અનેક ઘણું ફળ મળે છે. આ દિવસે મહાદેવને દૂધ કાળા તલ અને સાકર મિકસ કરીને ચડાવવાથી ગ્રહ પીડા દૂર થાય છે. પિતૃદોષનિવારણ માટે ઉત્તમ દિવસ ગણાય છે. અમાસના પાવન દિવસે અહીં સરસ્વતી ઘાટ ઉપર માનવ કીડીયાળુ ઉમટી પડે છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી અમાસના દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં અહીં પ્રાચી તીર્થની પૂર્વ વાહિની સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળ પાણી રેડી પોતાના પિતૃઓન્ય મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન - દક્ષિણા બ્રાહ્મણોના આપી સરસ્વતી નદીમાં બિરાજતા શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી સરસ્વતી નદીના તટ ઉપર બિરાજતા શિવ મંદિરોમાં પણ પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી પુજાનું ભાથું બાંધે છે. લોકમેળામાં ભારે માત્રામાં સ્વયંભૂ ચાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાવ ભક્તિ કરતા ભજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી પોતાની ધન્યતા અનુભવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે