VIDEO: દાહોદના રોઝમ ગામે મોટી દુર્ઘટના; નિર્માણાધીન ટાંકી ધરાશાયી, 3ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
દાહોદમાં ટાંકી ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. રોઝમ ગામે પાણી પુરવઠાની નિર્માણાધીન ટાંકી ધરાશાયી થઈ છે. જેમા કામ કરી રહેલા ત્રણ શ્રમીકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 8થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા છે.
Trending Photos
ઝી બ્યુરો/દાહોદ: દાહોદના રોઝમ ગામે એક મોટી દુર્ઘટના બની છે. દાહોદના રોઝમ ગામે પાણી પૂરવઠા વિભાગની નિર્માણાધિન ટાંકી ધરાશાયી થઈ છે. નિર્માણાધીન ટાંકી ધરાશાયી થતાં 3 વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 10થી વધારે શ્રમિકો દટાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતની ઘટનાને પગલે ચારેતરફ અફરા તફરી મચી જવા પામી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, દાહોદના રોઝમ ગામે સમીસાંજે પાણી પૂરવઠા વિભાગની નિર્માણાધિન ટાંકી ધરાશાયી થઈ છે, જેના કાટમાળ નીચે દબાવાથી ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. નિર્માણાધિન ટાંકીનો ત્રીજો સ્લેબ ધરાશાયી થયો હતો. 10 થી વધુ મજૂરો દબાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
દાહોદના રોઝમ ગામે નિર્માણાધીન ટાંકી ધરાશાયી, નિર્માણાધીન ટાંકી ધરાશાયી થતાં 3 વ્યક્તિનાં મોત #Dahod #News #ZEE24Kalak pic.twitter.com/0PR8rJLlMV
— Zee 24 Kalak (@Zee24Kalak) September 14, 2023
જાણવા મળી રહ્યું છે કે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની ટાંકી બનતી હતી. સ્લેબ નીચે પડતા કેટલાક લોકો ઘવાયા હતા. 40 ફૂટ ઉંચી ટાંકીનો સ્લેબ તૂટતા મજૂરો નીચે દટાયા હતા. જોકે, તમામને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ તમામ ઘાયલ લોકોને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે