ગુજરાત પોલીસની મોબાઇલ પોકેટ કોપ એપ્લિકેશનને મળ્યો ફિક્કી સ્પેશિયલ જ્યુરી એવોર્ડ

રાજ્યમાં પોલીસના કામમાં ઝડપ વધે અને કાર્યમાં પારદર્શક્તા આવે તે માટે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. 

 ગુજરાત પોલીસની મોબાઇલ પોકેટ કોપ એપ્લિકેશનને મળ્યો ફિક્કી સ્પેશિયલ જ્યુરી એવોર્ડ

ગાંધીનગરઃ ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસની મોબાઇલ પોકેટ કોપ એપ્લિકેશનને ફિક્કી સ્પેશિયલ જ્યુરી એવોર્ડ આપવામાં આવ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી વિજય ગોયલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

ગુજરાત પોલીસે 16 એપ્રિલ 2018ના દિવસે ગાંધીનગર ખાતે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. પોકેટ કોપ પ્રોજેક્ટમાં ચાર એપ્લિકેશન છે. જેમાં પાસપોર્ટ વેરીફીકેશન, ગુનેગારોની શોધ, વાહન શોધ તથા ગુમ થયેલી વ્યક્તિઓની શોધનો સમાવેશ થાય છે. રાજ્યના નાગરિકોને પોલીસ તરફથી મળતી સુવિધાઓમાં ઝડપ વધે અને કામમાં પારદર્શક્તા આવે તે હેતુથી આ પોકેટ કોપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. 

FICCI દ્વારા “SMART Policing Award 2018 for Best Practices Policing for Citizen” માટે દેશભરમાંથી કુલ 200 અરજીઓ આવી હતી. જેમાં ગુજરાત પોલીસની મોબાઇલ કોપ એપ્લિકેશનને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news