જિગ્નેશ મેવાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે કરી મુલાકાત

જિગ્નેશ મેવાણી હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. 
 

  જિગ્નેશ મેવાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે કરી મુલાકાત

અમદાવાદઃ વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આજે તેમણે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંન્ને વચ્ચે આગામી લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી. 

જિગ્નેશ મેવાણીએ પશ્ચિમ બંગાળમાં 27 ટકા જેટલી જનસંખ્યા ધરાવતા દલિત તથા આદિવાસી સમાજના સવાલોને લઈને પણ મમતા બેનર્જી સાથે ચર્ચા કરી હતી. મમતા બેનર્જીએ જિગ્નેશને આગામી જાન્યુઆરી 2019માં યોજનાર સંભવિત મહાગઠબંધનના મહા સંમેલનમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, 2019માં યોજનાર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મહાગઠબંધન બની રહ્યું છે. મમતા બેનર્જીને આ ગઠબંધનના ચહેરા તરીકે જોવામાં આવે છે. તો જિગ્નેશ મેવાણી પર વિપક્ષની રાજનીતિ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news