લો બોલો! મતદાન માટે દબાણ થતા મંત્રીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં સારવાર હેઠળ
જો કે વિપક્ષ દ્વારા આરોપ લગાવાયો કે તેમણે આચરેલા કૌભાંડના નાણા ન ચુકવવા પડે તે માટે તથા તપાસને આડે પાટે ચડાવવા માટે તેમણે આ પગલું ભર્યું છે.
Trending Photos
અલ્કેશ રાવ/પાલનપુર : બનાસડેરીની ચૂંટણી મામલે વડગામ તાલુકાના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કરી હોવાની ઘટના સામે આવી છે. વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળને વોટ આપવા વારંવાર ધમકી આપતા હોવાથી માનસિક ત્રાસથી કંટાળીને ડેરીના મંત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની સ્યુસાઇડ નોટ પણ તેમની પાસેથી મળી આવી છે. જોકે આ મામલે અત્યારે બંને પક્ષ એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. એશિયાની સૌથી મોટી અને 12 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી બનાસ ડેરીની સત્તા મેળવવા માટે ઉમેદવારો સામ ,દામ ,દંડ ,ભેદની નીતિ અપનાવી રહ્યા છે. જેમાં વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ પણ બનાસ ડેરીના ડિરેક્ટર બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વડગામ તાલુકાના ઈકબાલ ગઢ દૂધ મંડળીના મંત્રી લવજીભાઈ ચૌધરીને પણ તેમના તરફી મતદાન કરવા માટે વારંવાર દબાણ કરી રહ્યા હતા.
શની-રવિમાં પોળો ફોરેસ્ટ ફરવા માટે જઇ રહ્યા છો? આ સમાચાર સૌથી પહેલા વાંચી લેજો
આખરે લવજીભાઈ ચૌધરી તેમને વશ ન થતાં તેમની મંડળીનું પેમેન્ટ રોકી થઈ તેમની સામે કાર્યવાહી કરવાની ધમકીઓ આપતા કંટાળેલા લવજીભાઈ ચૌધરી મોડી રાત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બનાવને પગલે લવજીભાઈ ચૌધરીના સગાસંબંધીઓએ તેમની હાલત ગંભીર થતાં તેમને સારવાર અર્થે પાલનપુરની ખાનગી આઇસીયુ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. લવજીભાઈ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ અને બનાસ ડેરીના સાતથી આઠ માણસો તેઓને વારંવાર બનાસડેરીમાં બોલાવી વોટ આપવા માટે દબાણ કરતા હતા અને તેઓ વશ ન થતા તેઓને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી તેમને ડેરી નું પેમેન્ટ અટકાવી દેતા આખરે કંટાળેલા લાલજીભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
મહીસાગરમાં વીમા પોલીસીનું મહાકૌભાંડ, ARTOના અધિકારીઓએ એજન્ટ પર ઢોળ્યું
જોકે આ મામલે દિનેશ ભટોળ તમામ આક્ષેપોને ફગાવતા કહ્યું કે, લવજીભાઈ ચૌધરીને વોટ આપવાનો કોઈ અધિકાર જ નથી તેમના આક્ષેપો ખોટા છે તેમણે મંડળીમાં ઉચાપત કરી હોવાના કારણે તેમની સામે કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું છે. જોકે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જોકે આ સમગ્ર મામલે બનાસડેરીના આસિસ્ટન્ટ મેનેજર કેશરભાઈ ચૌધરીએ આ મામલે મંત્રી લવજીભાઈએ 22 લાખ જેટલી ઉચાપત કરી હોવાથી તેમને બનાસડેરી દ્વારા નોટિસ પણ અપાઈ છે. તેવો પૈસા ભરવા ન પડે તે માટે ખોટા આક્ષેપો કરી રહ્યા છે.
બનાસડેરીની ચૂંટણી 9 સભ્યો બિનહરીફ થવા છતાં પણ અત્યારે ધમાસાન ચાલી રહ્યું છે. દિનેશભાઈ ભટોળ ડિરેક્ટર બનવા માટે દબાણ ઊભું કરી માનસિક ત્રાસ આપતા લાલજીભાઈ ચૌધરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. બીજી બાજુ દિનેશ ભટોળ અને બનાસડેરીના સત્તાધીશો મંત્રી ઉપર ઉચાપતના આક્ષેપ લગાવી રહ્યા છે, તેવામાં મંત્રી હાલમાં સારવાર હેઠળ છે અને હજુ ભાનમાં નથી આવ્યા ત્યારે ભાનમાં આવ્યા બાદ પોલીસ સમક્ષ શુ નિવેદન આપે છે તે બાદ જ આગળની કાર્યવાહી થશે. જો લાલજીભાઈ તેમની સુસાઇડ નોટ પ્રમાણે જવાબ લખવશે તો ચોક્કસ બનાસડેરીના કર્મચારીઓ સહિત દિનેશભાઈ ભટોળ મુશ્કેલીઓ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે