આગામી 2 દિવસ ગુજરાતના આ 4 જિલ્લામાં વરસાદ ખેદાન મેદાન કરશે! 15ની સ્પીડે ફૂંકાશે પવન
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ અમુક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
Trending Photos
Gujarat Weather Update: ગુજરાતમાં હજુ શિયાળાએ દસ્તક દીધી જ હતી ત્યાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ અમુક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અરવલ્લી, મહીસાગર, અમરેલી અને જૂનાગઢમાં સામાન્ય વરસાદની આગાહી છે. પશ્ચિમ દિશાના પવનો અને ભેજના લીધે કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સાઈક્લોનિક સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ અમદાવાદ શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં એક તરફ ઠંડીનો ચમકારો તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વીય અરબસાગર અને ઉત્તર મહારાષ્ટ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવો અને છુટાછવાયા વરસાદની આગાહી છે.
10 થી 15 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન
મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા જેમાં ઉત્તર ગુજરાતનાં અરવલ્લીમાં વરસાદની આગાહી કરી છે. તો મહીસાગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રનાં અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ દિશાનાં પવનોનાં કારણે ભેજયુક્ત હવા વરસાદ લાવશે. ડિસેમ્બર મહિનામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તેમજ 10 થી 15 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
ગુજરાતમાં કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે
ગુજરાતમાં કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ઠંડીનું જોર ગત વર્ષ કરતા આ વર્ષે ડિસેમ્બરમાં ઓછું રહેશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હોવાથી ઠંડીનું જોર ઘટશે. દર વર્ષે ડિસેમ્બરમાં પડતી ઠંડીથી આ વર્ષે ઠંડી ઓછી લાગશે.
આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં 7 ડિસેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલે માવઠા અંગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થયા પછી ગુજરાતમા ઠંડી પડશે. આગાહીકાર અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાતની આગાહી કરી છે. પૂર્વીય-દક્ષિણ તટિય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઉત્તરભારતમાં હિમવર્ષા થશે અને 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
વરસાદની ક્યાં છે આગાહી
મોઈચિંગ વાવાઝોડાની વાતાવરણમાં ગતિવિધિ દરમિયાન ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં ઠંડીનો પારો ડાઉન પણ થઈ શકે છે. અમદાવાદ શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામા વિભાગ દ્વારા આજે અને કાલે ગુજરાતમાં માવઠાની ફરીથી આગાહી કરાઈ છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે. દાહોદ, પંચમહાલ, ખેડામાં વરસાદની આગાહી છે. તો વડોદરા, ભરૂચ, નર્મદામાં પણ વરસાદ આવી શકે છે. આગામી 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે