મેનકા ગાંધીએ કચ્છના તરતા ઊંટને બચાવવા ગુજરાત સરકાર પાસેથી માંગી ખાસ મંજૂરી
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગુજરાત સરકાર પાસેથી કચ્છના એક ખાસ પ્રકારના ઊંટને પાણીમાં તરતા મૂકવાની મંજરી માંગી હતી.
ગુજરાતમાં ત્રણ જાતના ઊંટ છે, જેમાં એક પ્રકારના ઊંટ પાણીમાં તરી શકે છે. પણ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આ ઊંટને પાણીમાં તરવાની મંજુરી આપતા નથી. આથી આ પ્રકારની જાતિ નામશેષ થઈ રહી હોવાનો દાવો મેનકા ગાંધીએ કર્યો છે. રાજ્ય સરકાર સામે આવા ઊંટ માત્ર 3500 જ રહ્યા હોવાથી તેને બચાવવાની માંગણી કરી અને પાણીમાં તરતા ઊંટને પાણીમાં તરવાની મંજુરી આપવાની માંગણી કરી છે.
અમદાવાદ : બીટકોઈન ટ્રેડરની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યું DYSP ચિરાગ સવાણીનું નામ
ગાયબ થઈ રહ્યા છે ખારાઈ ઊંટ
સ્વીમીંગ કરનારા ઊંટને ગુજરાતમાં ખારાઈ ઊંટ કહેવાય છે. ખારાઈનો અર્થ ગુજરાતમીં મીઠું થાય છે. જેઓ 3 કિલોમીટર સુધી તરી શકે છે. તેઓ ખારા પાણીમાં ઉગતી વન્સપતિને ખાઈને જીવે છે. તેને ફકીરાની જાટ સમુદાયના લોકો પાળે છે. આ સમુદાયના લોકો તેને ઈસ્માઈલ જાટ તરીકે પણ ઓળખે છે. સ્થાનિક લોકોનું કહેવુ છે કે, તેઓ સમુદ્રી જળ પીને જીવિત રહી શકે છે. દુનિયાના એકમાત્ર તરનારા ઊંટનું પાલન રબારી તથા જાટ દ્વારા કરવામાં આવે છે. 2012માં આવા ઊંટની સંખઅયા માત્ર 4000 હતી. દરિયાઈ વનસ્પતિ મેંગ્રુવ્સમાં ઘટાડો થવાથી આ ઊંટ પણ ગાયબ થઈ રહ્યા છે. આ કારણે ખારાઈ ઊંટ વિલુપ્ત થઈ રહ્યાં છે. કહેવાય છે કે, જો તમે આ પ્રકારના ઊંટનુ દૂધ પીઓ છો, તો તમારા ડાયાબિટીસ વહેલા સારો થઈ જશે.
મહેસાણા હાઈવે પર ઓળ છત્રોલ પાસે કેન્દ્રીય મંત્રી અને પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું ચેરપર્સન મેનકા ગાંધી દ્વારા ભૂમિપૂજન કરાયું હતું. મુંબઈમાં ટાટા ગૃપ સાથે પાર્ટનરશિપમાં આ એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં એનિમલ હસબન્ડરી ક્ષેત્રે કોઈ જ કાર્ય ન થયું હોવાનો આક્ષેપ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં સામે કેન્દ્રીય મંત્રી અને પર્યાવરણવાદી મેનકા ગાંધીએ કર્યો છે. ગુજરાતમાં પણ પ્રાણીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ પણ મેનકા ગાંધી દ્વારા કરાયો અને એટલા માટે જ કલોલની પસંદગી કરીને કરોડો રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવશે. જામનગરમાં મોરની સેન્ચ્યુરી બનાવવાની માગણી મેનકા ગાંધીએ ગુજરાત સરકાર પાસે કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આગામી સરકાર પણ ભાજપની સરકાર રહેશે. યુપીમાં ભાજપનો સારો દેખાવ થશે તેવો દાવો પણ મેનકા ગાંધીએ કર્યો
.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે