મહેસાણામાં ક્યારે પડશે વરસાદ? જગતનો તાત જોઈ રહ્યો છે વરસાદની વાટ...
મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત જોઈ રહ્યું છે વરસાદની રાહ. કોરોના કાળમાં વેપાર-ધંધાને માઠી અસર પડી છે. ગત વર્ષે પણ કોરોનાને કારણે અપાયેલાં લોકડાઉનથી કૃષિના વ્યવસાયને પણ મોટો ફટકો પડ્યો હતો.
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં વલસાડથી વરસાદની શરૂઆત થઈ છે. જોકે, હજુ પણ મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત જોઈ રહ્યું છે વરસાદની રાહ. કોરોના કાળમાં વેપાર-ધંધાને માઠી અસર પડી છે. ગત વર્ષે પણ કોરોનાને કારણે અપાયેલાં લોકડાઉનથી કૃષિના વ્યવસાયને પણ મોટો ફટકો પડ્યો હતો. ત્યારે આ વર્ષે ફરી એ કાળમુખો કોરોના મોં ફાડીને ઉભો છે. આ સ્થિતિની વચ્ચે જગતનો પાક માટે વરસાદની વાટ જોઈ રહ્યો છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો પણ હજુ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા જિલ્લામાં વરસાદ થયો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાત કરીએ મહેસાણા જિલ્લાની તો અહીંના ખેડૂતોએ ચોમાસુ વાવેતરની તૈયારીઓ તો કરી લીધી છે. પણ હજુ પાક માટે વરસાદ ન થતાં ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. જેથી જગતનો તાત હાલ વરસાદ ની વાટ જોતો નજરે પડી રહ્યો છે.
મહેસાણામાં દર વર્ષે ચોમાસાની શરૂઆત મોડી થાય છે જેના ચોમાસુ વાવેતર તો ખેડૂત કરી દે છે પણ વરસાદ સમયસર ના આવતા બોર થી ખર્ચાળ પાણી લેવા જગતનો તાત મજબુર બન્યો છે.એક પછી એક કુદરતી આફતો ના નુકસાન થી ઘેરાયેલો ખેડૂત ચોમાસા ના વાવેતર પર આસ લગાવી ને બેઠો હોય છે. ચોમાસાના વાવેતરની પૂરી તૈયારી કરીને બેઠેલો ખેડૂત વરસાદના આવતા ખાનગી બોર ઉપરથી પાણી લઇ રહયો છે. અને તે પાણીનો ખર્ચ વધુ આવી રહયો છે જેથી હાલ કાગડોળે વરસાદ ની રાહ જોઈ રહયો છે ઉત્તર ગુજરાત માં ચોમાસું હજુ ખેચાસે તો જગતના તાતની પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે