શું તમને પ્લેન ખરીદવું છે? ગુજરાતના આ શહેરમાં થવાની છે પ્લેનની હરાજી

Plane Auction In Gujarat : વેરો નહિ ભરતા કોઈ લોકોની મિલકત સીલ કરવાની ઘટના તો તમે સાંભળી હશે, પરંતું વેરો વસૂલવા પ્લેનની હરાજીની ઘટના તમારા માટે નવી હશે. પરંતુ મહેસાણા નગરપાલિકા દ્વારા વેરો નહિ ભરનાર એવિયેશન કંપનીના સિલ કરેલ ચાર્ટર પ્લેનની હરાજી કરવા જઈ રહી છે

શું તમને પ્લેન ખરીદવું છે? ગુજરાતના આ શહેરમાં થવાની છે પ્લેનની હરાજી

Charter Plane Auction તેજસ દવે/મહેસાણા : પ્લેનમાં બેસવુ દરેકનુ સપનુ હોય છે, પરંતુ પ્લેન ખરીદવાના સપના બહુ ઓછા લોકો પૂરા કરી શકે છે. પરંતું આવી જ એક તક ગુજરાતમાં પહેલીવાર આવી છે. ગુજરાતમાં પહેલીવાર પ્લેનની હરાજી થવા જઈ રહી છે. જોકે, આ હરાજી ખાસ પ્રકારની છે. રાજ્યમાં પ્લેનની હરાજી કરી વેરા વસુલાતનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા પાલિકા પ્લેનની હરાજી કરી વેરો વસૂલ કરશે. આવો આ માહિતી વિગતવાર જાણીએ. 

રાજ્યમાં પ્લેનની હરાજી કરી વેરા વસુલાતનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. એવિયેશન કંપનીના ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી વેરો ભરવાના ઠાગા ઠૈયા કરતા મહેસાણા પાલિકાએ આ નિર્ણય લીધો છે. AAA એવિયેશન કંપનીનો 7.58 કરોડનો વેરો બાકી બોલે છે. BlueRay એવીએશન કંપનીનો પણ 2 કરોડનો વેરો બાકી છે. ત્યારે મહેસાણા પાલિકા AAA એવીએશન કંપનીના સિલ કરાયેલ ચાર્ટર પ્લેન સહિતના વાહન અને સમાનની હરાજી કરશે. તો BlueRay એવિયેશન કંપનીનો પણ 2 કરોડનો વેરો બાકી છે. ત્યારે મહેસાણા પાલિકા હરાજી કરીને વેરાના રૂપિયા વસૂલ કરશે.

આ પણ વાંચો : 

વેરો નહિ ભરતા કોઈ લોકોની મિલકત સીલ કરવાની ઘટના તો તમે સાંભળીહ શે, પરંતું વેરો વસૂલવા પ્લેનની હરાજીની ઘટના તમારા માટે નવી હશે. પરંતુ મહેસાણા નગરપાલિકા દ્વારા વેરો નહિ ભરનાર એવિયેશન કંપનીના સિલ કરેલ ચાર્ટર પ્લેનની હરાજી કરવા જઈ રહી છે. જે સમગ્ર રાજ્યમાં કદાચ એવો પહેલો કિસ્સો હશે કે પ્લેનની હરાજી કરીને પાલિકા વેરો વસુલાત કરશે. 

plane_auction_zee.jpg

બન્યું એમ હતું કે, મહેસાણામાં એરોડ્રામમાં થોડા વર્ષો અગાઉ AAA એવીએશન કંપની દ્વારા પાયલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું હતું. વર્ષોના ઉપયોગ બાદ આ જગ્યાનો વેરો કંપનીએ ભરવામાં ઠાગા ઠૈયા કર્યા હતા. જે મામલો કોર્ટમાં જતા કંપની સમાધાન બેઝ પર આવી ચેક આપ્યા હતા. જો કે ચેક પણ રિટર્ન થતા AAA એવિયેશન કંપની કેસ હારી ગઈ હતી. કંપની સંચાલકને કોર્ટે એક વર્ષની સજા અને બે મહિનામાં રૂપિયા ભરવા આદેશ કર્યો હતો. કંપનીએ ઉપલી કોર્ટમાં જવા પણ 20 ટકા રકમ ભરવાની હતી. બાદમાં વેરો કંપનીએ નહિ ભરતા આખરે AAA એવિયેશન કંપનીના સિલ કરાયેલ ચાર્ટર પ્લેન સહિતની સ્થળ પરની મિલકતની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. 

આ પણ વાંચો : 

આ વિશે મહેસાણા નગરપાલિકાના કૌશિક વ્યાસે જણાવ્યું કે, AAA એવીએશન કંપનીને મહેસાણામાં તો સીલ વાગી ગયા ત્યારે બીજી કંપની બ્લ્યુ રેને પણ સરકારે કોઈ સૂચના આપ્યા વગર મહેસાણા એરડ્રામ પરની જગ્યા પાયલોટ ટ્રેનિંગ માટે આપી દેતા બ્લ્યુ રે એવિયેશનએ પણ આવી જ રીતે વેરો નહિ ભરતા મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. બ્લ્યુ રે એવિયેશનનો 1.20 કરોડ વેરો બાકી હતો. જે મામલે કંપની હાઇકોર્ટમાં જતા કોર્ટે કંપનીની રિટ કાઢી હતી અને કંપની એ નીચલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારે 1.20કરોડ કોર્ટમાં જમા કર્યા જે પાલિકાના ખાતામાં મળ્યા અને બ્લ્યુ રે એવીએશનનો પણ હજુ 2 કરોડ વેરો બાકી બોલે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news