Mehsana Lok Sabha Chunav Result: મહેસાણામાં કેસરીયો લહેરાયો, કોંગ્રેસનો નિકળી ગયો કચ્ચરઘાણ

Mehsana Lok Sabha Chunav Result 2024:  ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપે મહેસાણાની બેઠક પણ કબજે કરી છે. મહેસાણામાં ભાજપના હરીભાઇ પટેલની જીત થઈ છે. 

Mehsana Lok Sabha Chunav Result: મહેસાણામાં કેસરીયો લહેરાયો, કોંગ્રેસનો નિકળી ગયો કચ્ચરઘાણ

મહેસાણા: Mehsana Lok Sabha Result Election 2024: મહેસાણા લોકસભા સીટ પરથી સીટીંગ સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. શારદાબેન પટેલે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરતા ભારતીય જનતા પાર્ટીએ હરીભાઇ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જ્યારે કોંગ્રેસે રામજીભાઇ ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. મહેસાણામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. 
 
મહેસાણા સીટ ભાજપ માટે એટલા માટે મહત્વની છે કારણ કે મહેસાણાએ દેશને ભાજપી સાંસદ આપ્યા હતા. મહેસાણા લોકસભા મત વિસ્તાર ભાજપનો ગઢ છે. લોકસભા ચૂંટણી 2024 માટે પણ જંગી બહુમત સાથે જીતવા ભાજપ પ્રબળ દાવેદાર ગણવામાં આવતી હતી.
No description available. 

કોણ છે હરીભાઇ પટેલ
હરીભાઇ પટેલ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામના વતની છે અને તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યા છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે પહેલાથી જ નવા ઉમેદવારને તક આપવા માટે ભાજપને વિનંતી કરી હતી. મહેસાણા બેઠકના ઉમેદવાર ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. શિક્ષણ સાથે જોડાયેલા વધુ એક ચહેરાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. હરીભાઈ 2019માં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા હતા. જેને લઈ હવે તેઓને તેનું ફળ મળ્યુ હતુ.

હરીભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ 2010માં જિલ્લા પંચાયતમાં ચૂંટાઇ આવ્યા હતા અને કારોબારી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યુ હતુ. ત્યારબાદ ફરીથી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર થઈ વિજેતા બન્યા હતા. હરીભાઇએ ફરીથી જિલ્લા પંચાયતમાં જીત મેળવીને પહોંચ્યા બાદ ફરી કારોબારી અધ્યક્ષ પદને સંભાળ્યુ હતુ.2005 માં કામલી બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 6000 મતોથી જીત મેળવી હતી.આ ઉપરાંત તેઓ મહેસાણા તાલુકા, બેચરાજી તાલુકાના પ્રભારી તરીકે ભાજપ તરફથી જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.

કોણ છે રામજીભાઇ ઠાકોર 
મહેસાણા જિલ્લામાં સામાજિક આગેવાન તરીકેની આગવી ઓળખ ધરાવતા રામજી ઠાકોરનો જન્મ 2 જુન 1972માં થયો છે. તેમણે બીએ સેકન્ડ યર સુધી અભ્યાસ કર્યો છે. તેમણે એલ.આર.ડી. ભરતી બાબતે ગાંધીનગર ખાતે ઉપવાસ પર બેસેલી દીકરીઓના ન્યાય માટે 72 દિવસ સુધી ઉપવાસ પર બેસી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનમાં સહભાગી બન્યા હતા અને તમામ દીકરીઓને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. આ ઉપરાંત પી.એસ.આઈ અને એલ.આર.ડી પોલીસ ભરતી સમયે આવેલા તમામ ઉમેદવારોને મહેસાણા ખાતે 55 દિવસ સુધી સ્વ ખર્ચે રહેવા જમવાની વ્યવસ્થા કરી ઉત્તમ કામગીરી કરી હતી.

મહેસાણા જિલ્લામાં મહેસાણા, કડી, ઊંઝા, વિસનગર, ખેરાલુ, બેચરાજી અને વિજાપુર એમ સાત વિભાનસભા મત વિસ્તાર છે. મહેસાણા લોકસભા મત વિસ્તારની વાત કરીએ તો ખેરાલુ વિસ્તાર પાટણ બેઠકમાં સમાવિષ્ટ છે તો ગાંધીનગરના માણસા મત વિસ્તાર મહેસાણા લોકસભા બેઠક મત વિસ્તારમાં સમાવિષ્ટ છે.

2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ ભગવો લહેરાયો હતો
લોકસભા ચૂંટણી 2019 માં મહેસાણા બેઠક પર ભાજપે ગુજરાતના પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલ પટેલના પત્ની શારદાબેન પટેલ ને ટિકિટ આપી ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા. શારદાબેન પટેલ વિજયી બન્યા હતા. તેમણે કોંગ્રેસના એ જે પટેલને અઢી લાખ કરતાં વધુની લીડ સાથે હરાવ્યા હતા. શારદાબેન પટેલને 60.96 ટકા જન મત એટલે કે 6,59,525 મત મળ્યા હતા. જ્યારે હરીફ કોંગ્રેસ ઉમેદવાર એ જે પટેલને 36.94 ટકા એટલે કે 3,78,006 મત મળ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news