Gandhinagar Lok Sabha Chunav Result: અમિત શાહે પાટીલનો રેકોર્ડ તોડ્યો, ગાંધીનગરમાં 7.10 લાખની લીડ
Gandhinagar Lok Sabha Chunav Result 2024: ગુજરાતની હાઈપ્રોફાઈલ ગાંધીનગર પર હંમેશાથી ભાજપનો દબદબો રહ્યો છે, અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હંમેશા જીતતા આવ્યા છે, આવામાં કોંગ્રેસના સોનલ શાહ ફાવશે કે નહિ જે પરિણામ બતાવશે
Trending Photos
Gandhinagar Lok Sabha Result Election 2024: ગાંધીનગર લોકસભા બેઠક ગુજરાતની હાઈપ્રોફાઈલ બેઠક ગણાય છે. સાથે જ આ બેઠક ભાજપનો ગઢ પણ ગણાય છે. કોંગ્રેસે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સામે ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આ બેઠક પર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જાદુ ચાલ્યો છે. અમિત શાહ રોકેટ ગતિથી જંગી લીડ મેળવી રહ્યાં છે. આટલી લીડ આ લોકસભાની બેઠકમાં કોઈની નથી મળી. મતગણતરીના લેટેસ્ટ આંકડા અનુસાર, ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહને અત્યાર સુધી 7.10 લાખ મતોની લીડ મળી છે. લીડની દ્રષ્ટિએ જોઈએ તો અમિત શાહ લોકસભા ચૂંટણીમા નવો રેકોર્ડ બનાવશે. અમિત શાહે ગત લોકસભા ચૂંટણીનો સીઆર પાટીલનો લીડનો રેકોર્ડ તોડ્યો છે. ગત લોકસભામાં સીઆર પાટીલે 6.89 લાખની લીડ મેળવીને આખા દેશમાં રેકોર્ડ બનાવ્યો હતો, જે હવે તૂટ્યો છે.
ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર
ભાજપ - અમિત શાહ
કોંગ્રેસ - સોનલ પટેલ
ગાંધીનગર હોટ સીટ
છેલ્લાં 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓને સંસદમાં મોકલનાર આ શહેરી બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે. હવે તેનું પ્રતિનિધિત્વ શાહ કરે છે, જેમણે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના સીજે ચાવડાને 5.57 લાખ મતોથી હરાવ્યા હતા. ગાંધીનગર ગુજરાતની રાજધાની હોવાના સાથે તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે. આ લોકસભા બેઠક 1967માં અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ બેઠક પર પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. વર્તમાન ગૃહપ્રધાન અમિત શાહ આ લોકસભા બેઠક પરથી જ 2019માં ચૂંટાયા હતા. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતીનો સમાવેશ થાય છે.
ગાંધીનગર બેઠકનું રાજકીય ગણિત
ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 21.82 લાખ મતદારો છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા પૈકી કલોલમાં 65.09 ટકા, સાણંદમાં 64.76 ટકા, ઘાટલોડીયામાં 61.68 ટકા, વેજલપુરમાં 56.89 ટકા, નારણપુરામાં 55.75 ટકા, સાબરમતીમાં 56.75 ટકા અને ગાંધીનગર ઉત્તરમાં 57.44 ટકા મતદાન થયું છે. ગાંધીનગરમાં ગત 2019 લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે મતદાનમાં 5.8 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહની તુલનામાં સોનલ પટેલ પ્રમાણમાં નબળા ઉમેદવાર ગણાય છે. કોંગ્રેસનો પ્રચાર પણ ભાજપની તુલનામાં નબળો રહ્યો હતો.
મહારાષ્ટ્રના સહપ્રભારી છે સોનલ પટેલ
ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગાંધીનગરથી સી.જે. ચાવડાને ટિકિટ આપી હતી. સીજે ચાવડા લોકસભા ચૂંટણી પહેલા જ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે. કોંગ્રેસે ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને ટિકિટ આપી છે.
ગાંધીનગરમાં લીડની આશા
ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી લડી રહ્યા હોવાથી ભાજપે 10 લાખ લીડનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. આ સીટ પર કુલ 21.82 લાખ મતદારો છે. તેમાંથી 13.5 લાખ મતો પડ્યા છે, તેની ટકાવારી 59.77 થાય છે. ભાજપને જો પાંચ લાખની લીડ જોઈતી હોય તો કુલ મતમાંથી 9.02 લાખ મત એટલે કે 69.15 ટકા મત મેળવવા પડે. ઉપરાંત જો દસ લાખની લીડ જોઈતી હોય તો 13.5 લાખ મત પૈકી દસ લાખથી વધુ મત ભાજપને મળવા જોઈએ. આટલી ઊંચી ટકાવારીમાં મત મેળવવા લગભગ અશક્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે