આનંદો! દૂધસાગર ડેરીએ નવા વર્ષે પશુપાલકોને આપી મોટી ભેટ, જાણો દૂધના ફેટમાં કેટલા રૂપિયાનો વધારો કર્યો?

દૂધસાગર ડેરી દ્વારા નવા વર્ષમાં ઉત્તર ગુજરાતના પશુપાલકોને દૂધના ભાવમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વધારો આગામી 1 જાન્યુઆરીથી લાગુ થશે. 1 જાન્યુઆરીથી દૂધના કિલોફેટે 750ના બદલે હવે 770 રૂપિયા ચૂકવાશે.

આનંદો! દૂધસાગર ડેરીએ નવા વર્ષે પશુપાલકોને આપી મોટી ભેટ, જાણો દૂધના ફેટમાં કેટલા રૂપિયાનો વધારો કર્યો?

મહેસાણા: ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની શરૂઆતમાં મોટી ભેટ આપવામાં આવી છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં પશુપાલકોએ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો આપતા દૂધ ઉત્પાદકોમાં ભારે હરખની લાગણી જોવા મળી છે. 

દૂધસાગર ડેરી દ્વારા નવા વર્ષમાં ઉત્તર ગુજરાતના પશુપાલકોને દૂધના ભાવમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વધારો આગામી 1 જાન્યુઆરીથી લાગુ થશે. 1 જાન્યુઆરીથી દૂધના કિલોફેટે 750ના બદલે હવે 770 રૂપિયા ચૂકવાશે. આ સાથે જ દૂધસાગર ડેરી દ્વારા છેલ્લા 23 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 120 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાનો સીધો ફાયદો 5 લાખ પશુપાલકોને થઈ રહ્યો છે. આ ભાવ વધારાથી મહિને સાત કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડા દિવસ પહેલા દૂધસાગર ડેરીની સાધારણ સભામાં પશુપાલકોને કીલો દૂધ ફેટમાં રૂપિયા 10નો વધારો તેમજ 321 કરોડનો નફો ભાવ વધારા ફેર આપવાની જાહેરાત કરાઈ હતી, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં હરખની હેલી જોવા મળી હતી. જ્યારે ડેરીમાં સૌથી ઓછા ભાવમાં સાગર દાણ, સિમન્સ ડોઝ સહિત દેવામાં ભરપાઈ બાદ સૌથી વધુ દૂધ ભરવામાં રેકોર્ડ સ્થાપ્યો હોવાનું વર્તમાન ચેરમેને જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news