દિલ્હી બાદ મહેસાણાની દૂધસાગર ડેરી હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં કરશે દૂધનો કારોબાર

મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે.

  • દૂધસાગર ડેરી હિમાચલ પ્રદેશમાં કરશે દૂધનો કારોબાર
  • ​જગ્યા ભાડે લઈને 6 મહિનામાં કામ શરૂ કરાશે
  • હરિયાણામાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી

    આ પહેલાં દિલ્હીમાં દૂધસાગર ડેરીએ શરૂ કર્યો હતો વ્યાપાર

Trending Photos

દિલ્હી બાદ મહેસાણાની દૂધસાગર ડેરી હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં કરશે દૂધનો કારોબાર

તેજસ દવે, મહેસાણાઃ મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે. મેહસાણાની દૂધસાગર ડેરીનો પ્લાન્ટ હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપશે અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા મેહસાણા દૂધસાગર ડેરીને હિમાચલ પ્રદેશમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.

Home Loan લેનારા લોકો માટે ખુશખબરી! આ બેંકોએ ઘટાડ્યો વ્યાજ દર, જલ્દી કરો પછી નહીં મળે આવો લાભ

ઉલ્લેખનીય છેકે,અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં ડેરી ઉદ્યોગનો વિકાસ નહિવત થયો છે. ત્યારે એ વસ્તુનો લાભ લઈને મહેસાણાની દૂધસાગર ડેરી ત્યાં વ્યાપર કરવા કવાયત હાથ ધરી રહી છે. દૂધસાગર ડેરી નજીકના સમયમાં હિમાચલના પહાડી વિસ્તારમાં ડેરી પ્લાન્ટ સ્થાપશે. દૂધસાગર ડેરીને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા હિમાચલ અને હરિયાણામાં પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી અપાઈ ગઈ છે.

આગામી સમયમાં માનેસર અને ધારુહેડા બાદ હિમાચલ પ્રદેશ માં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ શરુ કરશે જેમાં હરિયાણા માં 1 લાખ લીટર દૂધ અને હિમાચલ પ્રદેશ માં ૫૦ હજાર લીટર દૂધ પ્રોસેસિંગ કરી વિતરણ કરશે જેમાં દૂધ છાશ અને દહીં ના પાઉચ પેક કરી વિતરણ કરશે. દૂધસાગર ડેરી પ્રથમ ડેરી ને પ્લાન્ટ ની મંજૂરી મળતા પહાડી વિસ્તારના લોકો ને પણ લાભ થશે આ પ્લાન્ટ થકી આગામી સમયમાં પહાડી વિસ્તારના લોકો પાસે થી ગાય અને ભેંસ નું દૂધ એકત્રીકરણ કરવામાં આવશે અને વિવિધ બ્રાન્ડનું ઉત્પાદન કરવામાં આવશે.

આ રાજ્યો માં જગ્યા ભાડે લઇ 6 મહિના માં પ્લાન્ટ શરૂ કરવામાં આવશે અને હરિયાણા મા એક લાખ લીટર દુધ અને હિમાચલ પ્રદેશ માં 50 હજાર લીટર દૂધ પ્રોસેસિંગ કરી વિતરણ કરવાનું આયોજન કરવામાં આવશે તેવું ડેરી ના ચેરમેન અશોક ચૌધરી એ જણાવ્યું છે. ગુજરાતનો પશુપાલન ઉદ્યોગ અને તેના થકી થતો દૂધનો વ્યાપર હવે ધીરે ધીરે દેશ અને દુનિયાના ખુણે-ખુણા સુધી પહોંચી રહ્યો છે. ગુજરાતના આર્થિક વિકાસમાં આ વસ્તુનો પણ વિશેષ ફાળો રહેલો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news