પાકિસ્તાનથી ચીન જતુ જહાજ મુન્દ્રા પોર્ટ પર રોકવામાં આવ્યું, અદાણીએ કર્યો ખુલાસો

કચ્છમાં આવેલ મુન્દ્રા અદાણી પોર્ટ પર પાકિસ્તાનથી ચીન જતા જહાજમાં શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. જેથી કસ્ટમ અને ડીઆરઆઈની ટીમ દ્વારા જહાજને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. અદાણી ગ્રૂપ દ્વારા અંગે એક એક સ્ટેટમેન્ટ જાહેર કરીને માહિતી આપવામાં આવી છે.
પાકિસ્તાનથી ચીન જતુ જહાજ મુન્દ્રા પોર્ટ પર રોકવામાં આવ્યું, અદાણીએ કર્યો ખુલાસો

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છમાં આવેલ મુન્દ્રા અદાણી પોર્ટ પર પાકિસ્તાનથી ચીન જતા જહાજમાં શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. જેથી કસ્ટમ અને ડીઆરઆઈની ટીમ દ્વારા જહાજને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. અદાણી ગ્રૂપ દ્વારા અંગે એક એક સ્ટેટમેન્ટ જાહેર કરીને માહિતી આપવામાં આવી છે.

મુન્દ્રા અદાણી પોર્ટ પર કસ્ટમ અને ડી.આર.આઈ.ની ટીમ દ્વારા જોઇન્ટ ઓપરેશનમાં પાકિસ્તાનથી ચીન જતું જહાજ રોકવામાં આવ્યું હતું. જહાજને કરાચીથી શાંઘાઈ મોકલાઈ રહ્યું હતું અને મધદરિયે કસ્ટમ તેમજ ડી.આર.આઈ.ની ટીમ દ્વારા રોકી મુન્દ્રા પોર્ટ પર લઈ આવી ઓફલોડ કરાયું હતું. મુન્દ્રા પોર્ટ પર લાવ્યા બાદ જહાજ પર લઈ જવાતા કન્ટેનરમાં રેડિયો એક્ટિવ પદાર્થ મળી આવ્યા હતા. જોકે, જહાજ દ્વાર તેનો બિન જોખમી પદાર્થ તરીકે ઉલ્લેખ કરાયો હતો. પરંતુ ચકાસણી બાદ તેમાંથી કિરણોત્સર્ગી (રેડિયોએક્ટિવ) પદાર્થો મળી આવ્યા હતા. 

No description available.

તપાસ કરતા જાણવા મળ્યું કે, આ સામાન ભારતના કોઈ બંદર પર ઉતારવાનો ન હતો. પંરતુ પાકિસ્તાનના કરાંચીથી ચીનના શાંઘાઈ જવાના રસ્તે હતું. અદાણી ગ્રુપ દ્વારા આ અંગે મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ તેને નિરીક્ષણ માટે મુન્દ્ર પોર્ટ પર ઉતાર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news