કૃષિ કાયદાને રદ કરવા પર રાકેશ ટિકેટની ચીમકી, ખેડૂત આંદોલનને લઇને કહી આ મોટી વાત

Three Agricultural Laws Repealed Announcement: ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું કે, સરકારને એમએસપી ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ખેડૂતો સાથે ચર્ચા કરવી જોઈએ.

કૃષિ કાયદાને રદ કરવા પર રાકેશ ટિકેટની ચીમકી, ખેડૂત આંદોલનને લઇને કહી આ મોટી વાત

નવી દિલ્હી: આજે ગુરુ નાનક જયંતીના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ રાષ્ટ્રને સંબોધન કરતા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે, અમે અમારી વાત ખેડૂતોને સમજાવી શક્યા નહીં. તેના પર ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા Rakesh Tikait એ રિએક્શન આપ્યું છે.

રાકેશ ટિકેતનું ટ્વીટ
રાકેશ ટિકેત (Rakesh Tikait) એ ટ્વીટ કર્યું, 'આંદોલન તત્કાલ પરત ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે કૃષિ કાયદાને સંસદમાં રદ કરવામાં આવે. સરકાર MSP ની સાથે-સાથે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરે.'

सरकार MSP के साथ-साथ किसानों के दूसरे मुद्दों पर भी बातचीत करें : @RakeshTikaitBKU#FarmersProtest

— Rakesh Tikait (@RakeshTikaitBKU) November 19, 2021

અન્યાયની સામે જીતની શુભેચ્છા- રાહુલ ગાંધી
આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવ્યું. અન્યાયની સામે જીતની શુભેચ્છા! જય હિન્દ, જય હિન્દનો ખેડૂત!'

जय हिंद, जय हिंद का किसान!#FarmersProtest https://t.co/enrWm6f3Sq

— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2021

સીએમ અરવિંદ કેજરીવાલે આપી શુભેચ્છા
ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, 'આજે પ્રકાશ દિવસના દિવસે કેટલી મોટી ખુશખબરી મળી. ત્રણ કૃષિ કાયદા રદ્દ. 700 થી વધારે ખેડૂત શહીદ થયા. તેમની શહાદત અમર રહશે. આવનારી પેઢી યાદ રાખશે કે કઈ રીતે આ દેશના ખેડૂતોએ તેમના જીવને જોખમમાં મુકી ખેતી અને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારું નમન.'

— Arvind Kejriwal (@ArvindKejriwal) November 19, 2021

ત્યારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરી કહ્યું, દરેક ખેડૂતને મારા તરફથી હાર્દિક શુભેચ્છા, જેમણે સંઘર્ષ કર્યો અને ભાજપની ક્રૂરતાની આગળ ઝૂક્યા નહીં. આ તમારી જીત છે! આ લડતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર તમામ પરિવારો પ્રતિ મારી સંવેદના છે.

My deepest condolences to everyone who lost their loved ones in this fight.#FarmLaws

— Mamata Banerjee (@MamataOfficial) November 19, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news