અમદાવાદમાં ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, માફિયાની આ તરકીબ જોઇને પોલીસ પણ ગોથે ચઢી!
ટાયર ખોલતો આ વીડિયો જોઈને તમને આશ્વર્ય થશે કે ક્રાઈમની સ્ટોરીમાં આ શું વિડિયો ચાલી રહ્યું છે તો અમને આપને જણાવી દઈએ કે વીડિયો જ ડ્રગ્સ માફિયા દ્વારા કરવામાં આવતી ડ્રગ્સની હેરાફેરીની પોલ ખોલી રહ્યો છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં ડ્રગ્સ ઠાલવવાનું નેટવર્ક ગુનેગાર સતત ચાલી રહ્યું છે, જેને ડામવા માટે ગુજરાત પોલીસ અને સરકાર રાત દિવસ મહેનત કરી રહી છે પણ ડ્રગ માફિયા દર વખતે અવનવી મોડસ ઓપરેન્ડી સાથે પોલીસને ચકમો આપી રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા કારસો ઘડી જ નાખે છે. જેમાં આ વખતે ક્રાઈમ બ્રાન્ચે નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી ડ્રગ્સ ડિલરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ટાયર ખોલતો આ વીડિયો જોઈને તમને આશ્વર્ય થશે કે ક્રાઈમની સ્ટોરીમાં આ શું વિડિયો ચાલી રહ્યું છે તો અમને આપને જણાવી દઈએ કે વીડિયો જ ડ્રગ્સ માફિયા દ્વારા કરવામાં આવતી ડ્રગ્સની હેરાફેરીની પોલ ખોલી રહ્યો છે. ખૂબ જ હોશિયારી પૂર્વક ડ્રગ્સ માફિયાઓ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતમાં ડ્રગ્સ ઠાલવવામાં આવતું હતું જેની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે અને શું છે ડ્રગ્સની હેરાફેરીની સસ્પેન્સ કહાની?
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પરિસરમાં દેખાતી ઇકો કાર બે આરોપીઓ અને તેની આગળ પડેલ કારનું સ્પેર વ્હીલ એક કિલો ડ્રગ્સનો જથ્થો જેની કુલ કિંમત છે 1 કરોડ બે લાખ 68 હજાર રૂપિયા થાય છે. પકડાયેલ આરોપીઓ આ જથ્થો જયપુરથી રતલામ રૂટ થઈને અમદાવાદના સરખેજ ખાતે લાવ્યા હતા. જેની જાણ અમદાવાદ ક્રાઈમ ને પહેલેથી જ હોવાના કારણે તેમણે ડ્રગ્સ પેડલર પર બાઝ નજર રાખી હતી. મોકો મળતાની સાથે છટકું ગોઠવી દબોચી લીધા હતા. જેમાં આસીમ હુસેન સૈયદ ઉર્ફે ગોટુ અને વિષ્ણુ વીરા વાદી પાસેથી પોલીસે ડ્રગ્સનો જંગી જથ્થો રંગે હાથ ઝડયો હતો. પકડાયેલ આરોપી પૈકી આસીમ હુસેન સૈયદ ઉર્ફે ગોટુ છેલ્લાં દોઢ વર્ષથી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલ હોવાનો ખુલાસો થયો છે. જ્યારે વિષ્ણુ વીરા વાદી બીજી વાર રાજ્સ્થાનથી આ પ્રકારે ડ્રગ્સ લઈને અમદાવાદ આવ્યો હોવાની હક્કીકત સામે આવી છે. જયપુરથી ગુજરાત સુધી ડ્રગ્સને પોલીસની નજરથી છુપાવીને કેવી રીતે આ આરોપીઓ આવ્યા હતા..??
આસીમ હુસેન સૈયદ ઉર્ફે ગોટુ અને વિષ્ણુ વીરા વાદી જયપુરમાંથી કોઈ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવતા હતા અને બાદમાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં જુદા જુદા પડલર્સને વેચતા હતા. મોતનો આ કારોબારમાં ગુજરાત અને અમદાવાદના અનેક લોકો સંડોવાયેલા છે. જેને ઉજાગર કરવા હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કમરકસી છે. જેમાં આરોપીની પૂછપરછ દરમ્યાન મોટા ઘટસ્ફોટ થશે તેવી સંભાવના હાલ પોલીસ વ્યક્ત કરી રહી છે. હવે જોવાનું રહેશે કે ડ્રગ્સની હેરાફેરીના કૌભાંડના પગેરું ક્યા સુધી પહોંચે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે